Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં દીવાલ પડતા માતા-પુત્રના મોત : બે ને ઇજા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૬: મોરબી શહેરના જીલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે અને રવિવાર સાંજથી અવિરત વરસાદ વરસ્યો રહ્યો છે જેને પગલે મોરબીના રફાળેસ્વર નજીક સિરામિક એકમમાં દીવાલ પડતા માતા-પુત્રના મૃત્યુ નીપજયા છે

માહિતી મુજબ રવિવાર સાંજથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તો છેલ્લા ૨૪ કલાકમાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ વરસી ચુકયો છે જેને પગલે રફાળેસ્વર ગામ નજીક જીયોટેક સિરામિક એકમમાં અચાનક ઓરડીની દીવાલ પડવાની ધટના બનતા કારખાનેદાર સહિતના આગેવાનો દોડી ગયા હતા અને ૧૦૮ ને જાણ કરવામાં આવતા ૧૦૮ના પાઈલોટ નીલેશભાઈ આહીર અને ઈએમટી અજયભાઈ બારિયા સહિતની ટીમ દોડી જઈને કામગીરી હાથ ધરવામાં આવતા દીવાલ પડતા માતા કેશરીદેવી રામજીકુમાર (ઉ.૩૮) અને પુત્ર પવનકુમાર રામજીકુમાર (ઉ.૯) ના મૃત્યુ નીપજયા હતા તો પુત્ર સોનુંકુમાર રામજીકુમાર (ઉ.૧૦) અને પિતા રામજીકુમારને ઈજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

કયા કારણોસર દીવાલ પડી તે અંગે સ્પષ્ટ જાણી શકાયું નથી તો માતા-પુત્રના મૃતદેહ પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

નજરબાગ નજીક રેલ્વે કર્મચારી પર હુમલો

 નજરબાગ રેલ્વે સ્ટેશને ફરજ બજાવતા ગણેશભાઈ નારાયણભાઈ રામાનુજમીનાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના સમયે આરોપી અક્ષય દલસુખભાઈ મકવાણા અને જીતુભાઈ એ બંને શખ્શોએ નજરબાગ રેલ્વે સ્ટેશન ખાતે ફરિયાદી ગણેશભાઈ સાથે બોલાચાલી કરી હતી જેથી આરપીએફને બોલાવતા રેલ્વે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને બંને ઈસમો જતા રહ્યા હતા. 

(1:00 pm IST)