Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ર૪ કલાકમાં રાજકોટ જીલ્લામાં લોધીકામાં ૮ ઇંચઃ સૌથી ઓછો જેતપુરમાં ૦ાા ઇંચ

ઉપલેટા-૩ ઇંચ-કોટડા-૪ ઇંચ-ધોરાજી-રાજકોટ-૪ ઇંચ પાણી પડયું

રાજકોટ તા. ર૬ :.. સતત વરસાદી માહોલને કારણે રાજકોટ જીલ્લામાં સૌથી વધુ વરસાદ લોધીકા તાલુકામાં ૮ ઇંચ, તો સૌથી ઓછો જેતપુર તાલુકામાં ૦ાા ઇંચ ર૪ કલાકમાં નોંધાયો છે.

રાજકોટ જિલ્લામાં આજ સવારે ૬ વાગ્યે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમિયાન તાલુકા મથકે નોંધાયેલ વરસાદની તાલુકાવાર વિગતો જોઇએ તો ઉપલેટા તાલુકામાં ૭ર મી. મી. કોટડા સાંગાણીમાં ૯પ, ગોંડલ ૪૬, જેતપુર ૧ર, જસદણ-૧૪, જામકંડોરણા-૩૯, ધોરાજી-૯૩, પડધરી-રર, રાજકોટ ૧૦૮, લોધીકા ૧૯૮, અને વિંછીયા તાલુકામાં રર મી. મી.એ મુજબ વરસાદ નોંધાયો છે. 

(11:51 am IST)