Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ફલ્લા પંથકમાં અઢી ઇંચ વરસાદ

ફલ્લાઃ જામનગર તાલુકાના ફલ્લા ગામે ગઇ મોડી રાત્રીએ શરૂ થયેલો વરસાદ બપોર સુધી ધીમી ધારે વરસ્યો હતો. અહી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ફલ્લા નજીકના ગામોમાં પણ સારા વરસાદના અહેવાલ મળે છે. વરસાદના પગલે ફલ્લાના કંકાવટી ડેમમાં સામાન્ય પાણીની આવક થઇ છે. આ વરસાદની મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યુ઼ છે અને વાતાવરણમાં ટાઢક પ્રસરી છે. (તસ્વીરઃ મુકેશ વરીયા) 

(11:54 am IST)