Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

છતરમાં જેસીબી ચાલક તણાયો : ગેસ સીલીન્ડર પાણીમાં તરવા લાગ્યા

કાલાવડ : તાલુકાના નવાગામમાં ગઇ બપોરના ૧ર વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ કાલાવડ તાલુકાના નવાગામ, છતર, મોટા પાંચદેવડા, ધુન ધોરાજી, માછરડા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જયાં બપોરના ૧ર વાગ્યાથી ૬ વાગ્યા સુધી મેઘરાજા મન મુકી ને વરસ્યા હતા. વરસાદના પગલે નદીમાં ઘોડાપુર આવ્યા હતા. નવાગામ, છતર, મોટા પાંચદેવડા, ધુન ધોરાજી, માછરડા સહિતના ગ્રામ્ય પંથકમાં  પ થી ૧૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. છતરની નદીમાં ઘોડાપુરની સ્થિતિમાં એક જેસીબી ચાલક ડ્રાઇવર સાથે તણાય ગયો. તેમજ જામવાળી, વાવડી અને જાલાસણ ગામની નદીમાં પણ ઘોડાપુર આવ્યા. જયારે નવાગામની વાત કરવામાં આવે તો નવાગામમાં ભારે વરસાદ અને ઉપરવાસના વારસાદને કારણે નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાય હતી. પાણીની આવક ખુબ હોવાથી રોડ ઉપર પાણી ભરાયા હતા. તેમજ નીચાણવાળા વિસ્તાર રહેતા લોકોના ઘરમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ દુકાનો પણ કમર ડુંબ પાણી ભરાઇ ગયા.. દુકાનોમાં ગેસના સિલિન્ડર પાણીમાં તરતા નજરે ચડયા હતા. લોકો ઘરમાં પાણી ભરાતા જીવન જરૂરીયાત ચીજવસ્તુ બગડી ગઇ.. સાથો સાથ વરસાદના કારણે ચારેબાજુ પાણીની સ્થિતિ સર્જાય હતી. સંજયભાઇ ચોવટીયા તેમજ પોતાના સભ્યો આવા ઘરોમાં જઇ લોકોની ખબર અંતર જાણી અને લોકોની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. ઉમરાળામાં વરસાદે ના કારણે નેસડામાં રહેતા રબારી સમાજની ૬૦ થી ૭૦ જેટલા મુંગા પશુ પાણીમાં તણાઇ ગયા. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો તેમજ દુકાનોમાં ભારે નુકશાનની પરિસ્થિતિ સર્જાય છે. (તસ્વીર : અહેવાલ : હર્ષલ ખંઘેડિયા : નવાગામ (કાલાવડ) 

(11:54 am IST)