Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

સોગઠી ડેમ, હાલી ચોરાડેમ, ફુલઝરડેમ છલકાયા

જામજોધપુર : તાલુકાના નરમાણા ગામમાં જાણે આભ ફાટ્યું હોય ૧૦ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો જયારે આજુબાજુ સમાણા બુટાવદર સંવગચિરોડા-ધ્રાફા સહિતના ગામોમાં પણ પાંચ થી છ ઇંચ વરસાદ પડ્યો હતો જયારે નરમાણા પાસેનો સોગઠી ડેમ ઓવરફલોર થઇ ગયો હતો જયારેસંગચિરોડાનો હાલી ચોરાડેમ પણ ઓવરફલોર થવા પામ્યો હતો કોટડા  બાવીસીની ફુલઝરડેમ પણ ઓવરફલો થતા ડેમના ૪ થી વધુ પાટીયા ખોલવા પામ્યા હતા જો કે વરસાદની કંટ્રોલમાં રાત સુધી કયાંય નોંધ કરાયેલ ન હતી. (તસ્વીર : અશોક ઠકરાર-જામજોધપુર) 

(11:57 am IST)