Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જામકંડોરણામાં છેલ્લા બે દિવસમાં ૩ ઇંચ વરસાદ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ર૬: શનિવાર તથા રવિવાર એમ છેલ્લા બે દિવસ સતત ધીમીધારે અવિરત મેઘસવારી ચાલુ રહેતા આજ સવાર સુધીમાં છેલ્લા બે દિવસમાં ૭પ મી.મી. (ત્રણ ઇંચ) વરસાદ પડી ગયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ ૧૩૬ મી.મી. થયેલ છે કાલે બપોરના સમયે જામકંડોરણા ધોરાજી રોડ પવન સાથેના વરસાદને લીધે રાયડીના પાટીયા પાસે એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં થોડો સમય ટ્રાફીક જામ થયો હતો આ અંગે જામકંડોરણા મામલતદારે જાણ થતાં તુરંત જામકંડોરણા મામલતદાર વી. આર. મુળીયાસીયા, મામલતદાર કચેરીના પ્રશાંતભાઇ મહેતા તેમજ ફોરેસ્ટ સ્ટાફે સ્થળે પહોંચી જેસીબીની મદદથી તાત્કાલીક રસ્તો ખુલ્લો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત ચાલુ કરવામાં આવ્યો હતો. 

(11:58 am IST)