Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોરથળામાં દોઢ વર્ષના બાળકનું કૂવામાં પડી જતા મોત

વઢવાણ,તા. ૨૬ : થાન તાલુકાના મોરથળા ગામે માતા પિતા પોતાની વાડીમાં કામ કરી રહ્યા હતા. ત્યારે દોઢ વર્ષનું બાળક રમતા રમતા કુવા તરફ જઇ ચડ્યું હતું. જયાં કુવામાં ખાબકતા બાળકનું મોત થવાનો બનાવ બનતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

મનસુખભાઇ મકવાણા તથા તેમના પત્ની ખેતીવાડીનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે શનિવારના રોજ બપોરના સમયે ખેતીવાડીના કામે પોતાની વાડીએ ગયા હતા. જયાં બંને માણસો પોતાના કામે લાગ્યા હતા. અને દોઢ વર્ષના બાળક હર્ષદ મનસુખભાઈ મકવાણાને રમતો મૂકયો હતો. જે બાળક રમતા-રમતા કુવા તરફ જઈ ચડ્યો હતો. જેને સારવાર માટે થાનના સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. ફરજ પરના ડોકટરે બાળકનું મોત થયા અંગેની જાણ કરતા વધુ તપાસ થાન પોલીસ ચલાવી રહી છે. 

(12:00 pm IST)