Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

દામનગર પાલિકા તંત્ર જમીન હકીકત ઉપર કામ કરે તેવી માંગ

રસ્તાઓમાં વરસાદી પાણી ભરાય છે, નિયમીત સફાઇનો અભાવ છતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત ફોટા પાડી વાહવાહી કેમ?

(વિમલ ઠાકર દ્વારા) દામનગર તા.૨૬ : દામનગર નગર પાલિકા ના શાસકો વિકાસ ની આંધળી દોટ જયાં જરૂર નથી ત્યાં સારા પેવર બ્લોક કાઠી નવા નખાય છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત સરકારી સંકુલો માં ફોટા પાડી વાહ વાહી મેળવવા નો પ્રયાસ કરતી પાલિકા ની વાસ્તવિકતા ઠેર ઠેર ગંદકીશહેર ના હાર્દ સમાં સરદાર ચોક સર્કલ થી લઈ જૂની શાક માર્કેટ લુકાર શેરી સહિત ની બજારો માં રોડ રસ્તા ઓ ઉપર વરસાદી પાણી નો ભરાવો થઈ રહ્યો છે.

પાલિકા શાસકો સરદાર ચોક થી મુખ્ય બજારો માં ધ્યાન આપે તે જરૂરી શહેર ના સરદાર ચોક સર્કલ આસપાસ વરસાદી પાણી ના ખાડા ભરાય રહ્યા છે. મુખ્ય બજાર ની સફાઈ નિયમિત થતી નથી ઠેર ઠેર ગંદકી ના બિહામણા દ્રશ્યો સામાન્ય થઈ રહ્યા છે ત્યારે પાલિકા શાસકો ને માત્ર નવા પેવર બ્લોક રસ્તા ઓ બનાવવા સારી કન્ડિશન ના રસ્તા તોડી નવા પેવર બ્લોક માં જ કેમ વધુ રસ છે ?

મુખ્ય બજારો ના પેવર બ્લોક રસ્તા તૂટી ગયા છે ઠેર ઠેર પેવર બ્લોક રોડ ઉપર વરસાદી પાણી ભરાયા રહ્યા છે શહેર ના હાર્દ સમાં સરદાર ચોક સર્કલ થી જૂની શાક માર્કેટ લુહાર શેરી મોટા બસ સ્ટેન્ડ અજમેરા શોપીંગ ઢીકૂડી સુધી ના રસ્તા ઓ ઉપર વાર વાર માટી પુરાણ કરવા ના બદલે જૂની ઇમારતો નો ઇમલો પથ્થરો નાખી સમસ્યા ઉકેલવા ના બદલે વધારતું પાલિકા તંત્ર દામનગર પાલિકા નો વિચિત્ર વિકાસ પાણી ના ચાલતા વેણ માં એક વર્ષ માં બે વખત ડામર રોડ કેમ? શહેર ના સરદાર ચોક ફરતું કાયમી વરસાદી અને ગટર નું પાણી

સરકાર એક બાજુ સ્વચ્છતા અભિયાનો ની ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે દામનગર પાલિકા ની ઉલ્ટી ગંગા રવિવારે શહેર ની મુખ્ય બજારો ની સફાઈ બંધ રખાય રહી છે.

શહેર ના દરેક વિસ્તારો ના રોડ રસ્તા ઓ ઉપર વરસાદી પાણી ના ખાડા ભરાય છે તેમ છતાં પાલિકા તંત્ર ને પેવર બ્લોક રસ્તા ઓ વગર લેવલ પાસ કરી લેવા માં ભારે રસ છે.શહેર ના સરદાર ચોક સહિત મુખ્ય બજારો માં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ના ખાડા ઓ પુરી લેવલ કરાવવા શહેરીજનો ની માંગ ઉઠવા પામી છે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત સરકારી સંકુલો ના ફોટા પાડી વાહવાહી કરતું પાલિકા તંત્ર જમીન હકીકત ઉપર કામ કરે તે જરૂરીછે.

(12:04 pm IST)