Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામના સહયોગથી વડીયા પોલીસ લાઇનમા વૃક્ષારોપણ

વડીયા તા.૨૬ : ઉગમ ફોજ અમર સાહેબ આશ્રમ તા. કુંકાવાવ જી. અમરેલી તરફથી છેલ્લા ૩ વર્ષ થી વૃક્ષ વાવો અભિયાન ચલાવવામા આવેછે જેમનું એકજ સૂત્ર છે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો  જે સંસ્થા ગામે ગામ જઈને અત્યારે વૃક્ષ નો મહિમાં લોકો ને સમજાવે છે.

શ્રી અમર સાહેબ આશ્રમ તરફ થી આજે વડીયા પોલીસ લાઈન મા અંદાજીત ૨૫ વૃક્ષ વાવવામાં આવ્યા હતા જેમાં લીંબડો, પીપળો, કરંજ, લીંબુડી, વડલો, ઉંબરો જેવા અનેક વૃક્ષ વાવવામાં આવ્યા હતા.

હાલ ચોમાસાનો માહોલ છે ત્યારે વડીયા, સુલતાનપુર, દેવગામ, ચારણીયા, અમરનગર, ગામમાં અંદાજિત ૧૫૦૦ વૃક્ષ વાવવામાં આવ્યા છે સાથો સાથ લોકો ને વૃક્ષ ની સાથે પીંજરું પણ ફ્રી મા આપવામાં આવે છે જેથી લોકો વૃક્ષ નું સારી રીતે જતન કરી શકે શ્રી અમર સાહેબ આશ્રમ વતી આ અવિરત સેવા છેલ્લા ૩ વર્ષ થી કરવામાં આવી રહી છે. લોકો ને વૃક્ષારોપણ કરાવીને વૃક્ષ નું જતન કરવાનો સંકલ્પ પણ સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે.

ખુલ્લી જગ્યા હોઈકે રોડ ને કાંઠે બંને સાઈડ હોઈ કે પછી સ્કૂલ મા લોકો વૃક્ષારોપણ કરે અને તેમનું જતન કરે આજ હેતુ થી શ્રી અમર સાહેબ આશ્રમ ની ટીમ વતી ચંદ્રેશભાઈ તેમજ ચાપરાજભાઈ બસીયા આ સેવાકીય કાર્યો કરી રહયા છે.

હાલ મા આ ચિંતાજનક પરિસ્થિતિ મા લોકો જીવી રહયા છે ત્યારે ઙ્કએક બાળ એક વૃક્ષ ઙ્કનું સૂત્ર લોકો સાર્થક કરે તોજ આ પ્રદુષણયુકત હવામાન માંથી આપણે મુકત થશુ.આ સમસ્ત કાર્યક્રમમા શ્રી અમર સાહેબ આશ્રમ ના લઘુ મહંત ચંદ્રેશભાઈ, ચાપરાજભાઈ બસીયા,વડીયા પોલીસ ના એ. પી બારૈયા, જયસુખ મકવાણા, દીપક વાળા, અનિલ દાફડા, લોક સાહિત્યકાર ભરતદાન ગઢવી,પી.એસ.આઈ. એ. વી. સરવૈયા , રણજીતદાન ગઢવી તેમજ તમામ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.

(12:05 pm IST)