Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પૂર્વ મંત્રી જશાભાઇ બારડ ખેતીબેંકના ૩ જિલ્લાના ડાયરેકટર

સુત્રાપાડા નગરપાલીકા અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા સન્માન

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા.૨૬ : સુત્રાપાડા નગરપાલીકા દ્વારા પુર્વ કેબીનેટ મંત્રી અને સુત્રાપાડાના વતની જશાભાઇ બારડ જેઓ ધ ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લી (ખેતી બેંક)ના ૩ જિલ્લા જૂનાગઢ, પોરબંદર અને ગીરસોમનાથના ચેરમેન તરીકે બિનહરીફ નિમણુક થતા સુત્રાપાડા ન.પા. અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા જશાભાઇ બારડનો સન્માન સમારંભ રાખવામાં આવેલ હતો જેમાં સુત્રાપાડા ન.પા.ના ચીફ ઓફીસર, તમામ સભ્યો અને જૂદી જૂદી સામાજિક સંસ્થાના આગેવાનો, શહેરના શ્રેષ્ઠીઓ અને સામાજિક સંગઠનો દ્વારા શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતુ.

જશાભાઇ બારડ ૪ વખત ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી પ વખત ધારાસભ્ય અને ૪૦ વર્ષોથી સહકારી ક્ષેત્રમાં કાર્યરત છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ર ટર્મ ચેરમેન અને જીએસસી બેંકમાં બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે સેવા આપે છે. જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘમાં ૪૦ વર્ષથી બોર્ડ ઓફ ડીરેકટરમાં સેવા આપે છે. સુત્રાપાડા તાલુકા ખરીદ વેચાણ સંઘના તેઓ આધ્યાસ્થાપક છે અને હાલ પણ સેવા આપે છે. આમ સહકારી ક્ષેત્રના તેઓ ભીષ્મ પિતામહ છે.

આ તકે જશાભાઇ બારડે જણાવેલ કે ખેતી બેંકએ ખેડૂતોની બેંક છે અને ખેડૂતોના પ્રશ્નોને હરહંમેશ અગ્ર રાખી મારી તમામ ફરજો હું પુર્ણ કરીશ. આ સન્માન સમારોહમાં ભાજપાના પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી તેમજ સુત્રાપાડા એપીએમસીના ચેરમેન દિલીપભાઇ બારડ ઉપરાંત સુત્રાપાડા ન.પા.ના સભ્યો, સુત્રાપાડા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ નથુભાઇ કામાળીયા, કાળાભાઇ બારડ, જગાભાઇ કછેલા, જેસીંગભાઇ નાઠાભાઇ, કૈલાશભાઇ રામ, અરશીભાઇ બારડ, નિલેશભાઇ મોરી, દિપકભાઇ કાછેલા, અનિલભાઇ જેઠવા, રામસિંગભાઇ વાણવી,  રામભાઇ પટેલ, રમેશભાઇ વડાંગર, યુનુસભાઇ મલેક, રશિદભાઇ મલેક, અલારખાભાઇ, અફઝલભાઇ, પિઠાભાઇ, મૂળાભાઇ, અરવિંદભાઇ દરજી, કાનજીભાઇ જાદવ, દેવાભાઇ વાણવી, બાબુભાઇ ખોજા, ચેતનભાઇ આચાર્ય, મશરીભાઇ આરસીભાઇ, લખમણભાઇ મેઘાણી, સિદરાજભાઇ દરબાર દરેક સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહી અને જશાભાઇ બારડને સન્માનીત કરેલ હતા.

(12:06 pm IST)