Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

માણાવદરનાં પાજોદ-રફાળા-લીંબુડામાં ૮ ઇંચ

ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળ બંબાકાર : અનેક રસ્તાઓ બંધ : સરાડિયા હાઇ-વે ઉપર પાણી પહોંચ્યા : ઓઝત ડેમ ભરાતા ચેતવણી

(ગિરીશ પટેલ દ્વારા) માણાવદર,તા. ૨૬ : માણાવદર તાલુકામાં સવારથી જ ઝંઝાવાતી અતિ ભારે વરસાદથી શરૂઆત થઇ હતી. સમગ્ર તાલુકામાં ૬ થી ૮ ઇંચ થી વધુ અનરાધારે વરસાદના પગલે સમગ્ર પંથક જળબંબાકાર થઇ ગયો છે. ચાતક નજરી રાહ જોતા હતા. જેમાં ઝંઝાવાતી વરસાદે કલાકોમાં ડેમ -નદી-વોંકળા-ખેતરોને જળબંબાકાર કરી દીધા છે. શહેરમાં ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની ફરિયાદો ઉઠી હતી તો મટીયાણા ગામે ૮ ઇંચ ભારે વરસાદથી પાદરમાં પાણી ફરી વળ્યા છે. તથા ઓઝત ડેમ ભરાયો હોય ગમે ત્યારે પાટીયા ખોલાશે જેથી નદી કાંઠાના  ગામોને સાવચેત રહેવા ચેતવણી અપાય હતી. તેમજ રાજુભાઇ બોરખતરીયા સરપંચે જણાવ્યું હતું. જીંજરી -થાજાયાણા ગામે પણ ભારે વરસાદના કારણે આ બન્ને વચ્ચેનો સંપર્ક કયાયો છે. થાભયાણા બાજુ ૮ ઇંચ વરસાદ પડ્યો છે. ગામમાં પાણી ફરી વળ્યા છે. પાજોદ-રફાળા -લીંબુડા ગામોમાં ૮ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા છે. જે પાણી પુર તથા ધુંધવી નદી પાણી સરાડીયા હાઇવે સુધી પહોંચ્યા છે.

ભારે વરસાદના પગલે કાંડવાવ-થાનીયાણા, મટીયાણા લીંબુડા, ઝાંઝરા, થાપલા સહિત પાણી ફરી વળ્યા છે. આ તમામ ગામોના પાદરમાં ફરતે પાણી ફરી વળ્યુ છે. બાંટવાથી થાપલા જતા માર્ગમાં ભારે પૂર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા સર્વત્ર પાણી-પાણી જ દેખાય છે.

બાંટવા ખારાડેમમાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ભારે વરસાદના પગલે ૬ ફુટ પાણીથી ભરાયો છે. જેથી મહંદઅંશે આજુબાજુના તળમાં ફાયદો થશે.

સમગ્ર તાલુકામાં અતિ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર જળબંબાકાર થયું છે. 

(12:07 pm IST)