Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

દર્શન કરી પરત ફરતા કાળ આંબી ગયો

ધ્રાંગધ્રા પાસે ટ્રક બાઇકને હડફેટે લેતા પત્નિ ગંભીર : પાટડીમાં અરેરાટી વ્યાપી

વઢવાણ,તા. ૨૬: ધ્રાંગધ્રા પાસે થયેલ અકસ્માતમાં પાટડીના યુવાનનું મોત થયું છે. ગુરૂપૂર્ણીમા હોઈ પાટડીના રમેશભાઈ ઠકકર અને તેમના ધર્મપત્ની હીનાબેન ધ્રાંગધ્રા ખાતે આવેલા તેઓના કુળદેવી ભવાની મા ના દર્શને જઈ બાઈક પર પરત ફરતા કલ્પના હોટલ પાસે ટ્રક ચાલકે ટકકર મારતા બન્ને રોડ પર ફંગોળાયા હતા.

અકસ્માતના પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને તેઓના સબંધીને તથા પોલીસને જાણ કરતા તેઓ તાબડતોબ આવી પહોચ્યા હતા.

અકસ્માતમાં ઘાયલ બંનેની તબીયત નાજુક હોઈ અમદાવાદ સારવા અર્થે લઈ જવાયા હતા જયાં સારવાર દરમ્યાન રમેશભાઈ હસમુખલાલ ગોવાણી (ઠકકર)નું મોત નિપજયું હતું. મોતના સમાચાર મળતાં જ તેમના પરીવાર પર આભ ફાટયુ હતું. જયારે હજુ હીનાબેન સારવાર હેઠળ હોઈ તેઓને પોતાના પતીના મોતના સમાચાર આપવામાં આવ્યા નથી. 

(12:09 pm IST)