Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જામજોધપુર પંથકમાં મેઘમહેરઃ ઉમિયાસાગર ડેમના ૧૦ દરવાજા ખોલ્યા

ધુલ્ફા પાસેનો ફુલઝર નદીમાં ઘોડાપુર વેણુ નદીનું ડાયવર્ઝન ધોવાયુ

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા.૨૬:  જામજોધપુર તાલુકામાં મેદ્યરાજા મહેરબાન થયા છે ત્યારે તાલુકાના નરમાણા ગામે ગઈકાલે અતિભારે વરસાદ પડ્યો હતો, અતિભારે વરસાદ તુટી પડતાં ગામમાંથી નદીઓ વહી રહી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા, તથા તાલુકાના શેઠવડાળા,સમાણા,નરમાણા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં ધ્રાફા પાસેથી પસાર થતી ફુલઝર નદીમાં દ્યોડાપુર આવ્યું હતું.અને ગઈકાલે સાંજે કોટડાબાવીસી ગામે આવેલ ફુલઝર ડેમના મળતી વિગત મુજબ ૭ દરવાજા ૫ ફૂટ ખોલવામાં આવ્યા હતાં, તથા તાલુકાના ગીંગણી, સીદસર, વાલાસણ,ધ્રાફા, આંબરડી મેવાસા, આંબરડી મેઘપરના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી હતી.અને સીદસર આવેલ ઉમિયાસાગર ડેમના ૧૦ દરવાજા ૫ ફૂટ ખોલવામાં આવ્યા હતા.તથા જામજોધપુર માં ૨૪ કલાકમાં ૩૭ મિમી વરસાદ નોંધાયો છે.

સીદસરના ઉમિયા મંદિર નજીક વેણુ નદીનું ડાયવર્ઝન ઉમિયા સાગર ડેમમાંથી ખૂબ જ પાણી છોડવાના કારણે ધોવાણ થયું છે. જે તસ્વીર દર્શાવવામાં આવી છે ધોવાણ થવાના કારણે વાહનચાલકોને જામજોધપુર અને સિદસર પહોંચવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ધ્રાફા વાલાસન પાનેલી રોડનો ઉપયોગ કરી શકે છે.

(12:09 pm IST)