Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ઉનાના ટીકરીયા ખારામાં તળાવમાં ડૂબી જવાથી પિતા અને ર પુત્રોના મૃત્યુથી અરેરાટી

(નવિન જોષી દ્વારા) ઉના તા.ર૬ : તાલુકાના ટીકરીયા ખારા વિસ્તારમાં તળાવમાં પગ લપસતા પડી ગયેલ મોટા ડેસર ગામના પિતાને બચાવવા જતા તેના ર પુત્રો એમ ત્રણેય ડુબી જવાથી મૃત્યુ નીપજતા અરેરાટી વ્યાપી ગયેલ હતા.

ઉનાના મોટાડેસર ગામના માલધારી ભોયાભાઇ જેઠાભાઇ ગરચર ઉ.વ.૭૦ ત્યાં તેના દિકરા પાલાભાઇ ભોપાભાઇ ગરચર ૪૦, ભીમાભાઇ ભોપાભાઇ ઉ.વ.૩પ આજે સવારે પોતાના ઘેટાનું ઘણને ચરાવવા સોરૂમધામ પાસે આવેલ ટીકરીયા ખોરા વિસ્તારમાં આવેલ હતા. અને ભોપાભાઇએ પોતાના ઘેટાઓને નવરાવવા એક વરસાદી પાણીનું તાળવ ભરાયેલ હોય ત્યાં નવરાવેલ અને ખાડામાં વચ્ચે એક ઉંડો ખાડો હોય ભોપાભાઇને ખ્યાલ ન રહેતા ખાડાભાઇ ડુબવા લાગેલ તે દશ્ય તેમના દિકરા પાલાભાઇ, ભીમાભાઇ જોઇ જતાં તેને બચાવવા પાણી ભરેલ ખાડામાં ઝંપલાવતાં તેનો કાદવ હોય ડુબવા લાગેલ હતા.

જોત જોતામાં પાણીમાં ડુબી ગયેલ આ વાતની જાણ અન્ય લોકોને  થતા ઉના નગરપાલીકાનાં ફાયરબ્રીગેડને કરતા ફાયર ઓફિસર અશોકભાઇ રાઠોડ, રોહીતભાઇ ગોહીલ, જીતુભાઇ જાની સ્ટાફ સાથે રેસ્કયુનાં સાધનો લઇ તળાવ (ખારા)માં ઝંપલાવી મહામહેનત બાદ એક પછી એક પિતા અને બે દિકરાને બહાર કાઢી ૧૦૮ મારફત ઉના દવાખાને લાવતા ડોકટરે ૩ને પાણીમાં ડુબી જવાથી મોત થયાનું જાહેર કરતા માલધારી ગરચર પરિવારમાં પિતા અને બે પુત્રના મોત થતાં શોક છવાઇ ગયો છે. પોલીસે એ.ડી. નોંધી તપાસ શરૂ કરી છે.  

(12:10 pm IST)