Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ચોટીલા અઢી ઇંચ, ચુડા, પાટડી, ધ્રાંગધ્રા, થાન પંથકમાં ૧ ઇંચ

મુળીમાં સૌથી ઓછો માત્ર ૩ મીમી વરસાદ : ચોટીલાના જરીયા મહાદેવનો ધોધે પર્યટકોના દિલ મોહી લીધા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૬: સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં વરસાદ ની જાણકારી મળી રહી છે વઢવાણમાં ૯ મીમી જેટલો વરસાદ ખાબકયો છે બીજી તરફ ચોટીલા પણ ૬૩ મીમી જેટલો વરસાદ નોંધાયો છે ચુડામાં પણ ૩૪ મીમી જેટલો વરસાદ નોંધાયો છે મૂલીમાં સૌથી ઓછો ૩ મીમી જેટલો વરસાદ નોંધાયો છે બીજી તરફ ધાંગધ્રા પંથકમાં પણ ૨૮ મીમી જેટલો વરસાદ નોંધાયો છે થાનગઢમાં પણ મેદ્યમહેર યથાવત રહી અને ૨૮ મીમી જેટલો વરસાદ ખાબકયો છે લખતરમાં ૩ મીમી જેટલો વરસાદ છે પણ બે જ કલાકમાં ખાબકી ચૂકયો છે. ઉપર લીંબડીમાં પણ ૬ મીમી જેટલો વરસાદ નોંધાયો છે સાયલા માં ૧૩ મીમી જેટલો વરસાદ ખાબકયો છે.

ત્યારે તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદના પગલે નદીના જળાશયોમાં નવી પાણીની આવક થવા પામી છે સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે આ ઉપરાંત થયેલા મૂડી અને ચોટીલા પંથકમાં વરસાદના પગલે ત્યાં આ જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે ત્યારે હાલવા સાર્વત્રિક વરસાદ બાદ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો દ્વારા વાવાઝોડાના કારણે આવેલા વરસાદના સમયે સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા આગોતરું વાવેતર કરી નાખવામાં આવ્યું હતું જેમાં કપાસ મગફળી શાકભાજી લીલા ચારા જેવા પાકોનું વાવેતર કરી નાખવામાં આવ્યું હતું પરંતુ એક મહિનાથી વધુ સમય સુધી વરસાદ ખેંચાતા પાક અને વાવેતર નિષ્ફળ જવાની નોબત સર્જાઇ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ અષાઢી બીજના આગલા દિવસે અને અષાઢી બીજના દિવસે સુરેન્દ્રનગરમાં મેદ્યમહેર યથાવત થઈ જતા સુરેન્દ્રનગરના ખેડૂતોમાં હરખની હેલી થઈ જવા પામી હતી લાંબા વિરામ બાદ સુરેન્દ્રનગરમાં વરસાદ નું આગમન થતાં ખેડૂતોમાં હરક ની હેલી સર્જાઈ જવા પામી છે. અને પાક નિષ્ફળ ન પણ ભય સુરેન્દ્રનગરના ખેડૂતોના માથે થી ઉતર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા બે દિવસ થી સર્વત્રિક મેદ્ય મહેર છે.જેમાં સૌથી વધુ વરસાદ ચોટીલા પંથક માં ખબકયો છે.અને આજે સવાર થી વરસાદ શરૂ છે.તેવા સમયે ચોટીલા નજીક આવેલ પર્યટન વિસ્તારમાં ઝરીયા મહાદેવ ના દર્શન કરવા યાત્રિકો આવતા હોય છે.તેવા સંજોગોમાં સાર્વત્રિક મેદ્ય માં ચોટીલા માં અઢી ઇંચ વરસાદ ૨૪ કલાક માં ખાબકયો છે.ત્યારે સુરેન્દ્રનગર ના ચોટીલા માં વરસાદ બાદ ઝરીયા મહાદેવ ધોધ નો પ્રવાહ વધ્યો છે.જેને લઈ ચોટીલા ના જરીયા મહાદેવ નો ધોધે પર્યટકો ના દિલ મોહી લીધા છે અને રમણીય વાતાવરણ સર્જાયું છે. 

(12:11 pm IST)