Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

માટેલ ગામે માટેલીયો ઘરો ઓવરફલો

મોરબી જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક : વાંકાનેરનો માટેલીયો ઘરો ઓવરફલો થયો

મોરબી જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઇ છે તો જીલ્લાના ડેમોમાં પણ પાણીની સારી આવક થઇ છે તો ઉપરવાસમાં સારા વરસાદને પગલે વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ સુપ્રસિદ્ધ માટેલીયો ઘરો પણ આજે ઓવરફલો થયો છે અને કોઝ વે પરથી પાણી ફરી વળ્યા છે.માટેલીયો ઘરો ઓવરફલો થતા રમણીય દર્શ્યો જોવા મળ્યા છે

(12:43 pm IST)