Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોરબીમાં બપોરે 12 વાગ્યા સુધીમાં વધુ દોઢ ઈંચ : માળિયામાં પોણો ઈંચ

ટંકારામાં ઝાપટા અને હળવદમાં ઉઘાડ

મોરબી : મોરબી જિલ્લામાં અવિરત મેઘસવારી ચાલુ રહી છે. ગઈકાલે દિવસભર ઉપરાંત રાત્રીના ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યા બાદ આજે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 39 મીમી એટલે કે દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે માળિયામાં 16 મીમી એટલે કે પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ટંકારામાં 2 મીમી અને હળવદ તથા વાંકાનેરમાં ઉઘાડ જોવા મળ્યો છે.

(12:46 pm IST)