Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

બે દિ'માં લોધીકામાં ૧૧ ઇંચ વરસાદઃ દોઢ મહિનામાં પ્રથમ વખત નદીમા પુર

ધીમી ધારે વરસાદ વરસતા સદનસીબે નુકશાન કે જાનહાની નથી

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ર૬ :.. રાજકોટ જીલ્લાનાં લોધીકામાં છેલ્લા બે દિવસમાં ૧૧ ઇંચ વરસાદ પડતા સર્વત્ર નદી - નાળા છલકાય ગયા છે.

શનીવારે લોધીકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ બાદ ગઇકાલે લોધીકામાં સાડા સાડ ઇંચ વરસાદ ખાબકયો હતો.

ચોમાસાના પ્રારંભથી અત્યાર સુધીમાં દોઢ મહિનામાં લોધીકાની નદીમાં પ્રથમ વખત પુર આવ્યુ હતું.

ધીમી ધારે સતત વરસાદ ચાલુ રહેતા કોઇ જાનહાની કે નુકશાન થયુ ન હતું. 

(12:55 pm IST)