Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

જામનગર શહેરમાં માત્ર ૧ ઇંચ

જોડીયાના બાલંભા અને લાલપુરના ડબાસંગમાં ૧૦, સમાણા-પીઠડ-ધુનડા-પરડવા-મોડપરમાં ૮ ઇંચ વરસાદ

જામનગર જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમારઃ સર્વત્ર પાણી-પાણી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૬: જામનગર શહેરમાં માત્ર ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦ ઇંચ જેટલો વરસાદ પડયો છે.

જેમાં જોડીયાના બાલંભા અને લાલપુરના ડબાસંગમાં ૧૦ ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત સામાણા, પીઠડ, ધુનડા, પરડવા, મોડપરમાં ૮ ઇંચ વરસાદ પડયો હતો.

છેલ્લા ર૪ કલાકમાં જામનગર જીલ્લાના વસઇમાં ૬ ઇંચ, લાખાબાવા, મોટી બાણુગાર અને ફલ્લામાં ૪ ઇંચ, જામવંથલી, ધુતારપુર, દરેડમાં પાંચ ઇંચ, અલીયાબાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો છે.

જોડીયાના બાલંભામાં ૬ ઇંચ, પીઠડ અને હડીયાણામાં ૪ ઇંચ વરસાદ પડયો હતો.

ધ્રોલ તાલુકાના લતીપુરમાં સાડા ચાર ઇંચ, લેયારા અને જાલીયા દેવાણીયા ૪ ઇંચ વરસાદ પડયો હતો.

કાલાવડના નવાગામ અને મોટા વડાળામાં ૮ ઇંચ, ખરેડી અને નીકાવામાં ૭ ઇંચ, જામજોધપુરના ધુનડા-પરડવા અને સમાણામાં ૮ ઇંચ, શેઠવડાળા, વાંસજાળીયામાં ૭ ઇંચ, વરસાદ પડયો છે. જામવાડીમાં ૪ ઇંચ વરસાદ પડયો હતો.

લાલપુરના ડબાસંગમાં ૧૦ ઇંચ પડાણામાં ૧૧ ઇંચ, મોડપરમાં ૮ ઇંચ, મોટા ખડબામાં ૭ ઇંચ વરસાદ પડયો હતો.

(12:58 pm IST)