Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ધોરાજીના ફોફળ ડેમમાં પ ફૂટ નવા નીરઃ વેણું ડેમ પાસેના ૪ દરવાજા ખોલાયા

ઉપલેટા, ધોરાજી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુરજાતી મોલાતને જીવતદાન

(ધર્મેન્દ્ર  બાબરીયા દ્વારા) ધોરાજી તા.ર૬ : ધોરાજી-ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ સર્વત્ર પાણી - પાણી થઇ ગયુ છે. ધોરાજીના ફોફળ ડેમમાં પ ફૂટ નવા નીર આવ્યા છે. જયારે ઉપલેટા નજીકના વેણુ ડેમમાં ૪ દરવાજા ખોલાયા છે. ધોરાજી વિસ્તારમાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ૪ થી પ ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવેલ અને મોટીમારડમાં અંદાજીત ૧૦ ઇંચ જેટલો વરસાદ પતા એક પુલ તણાય ગયો હોવાના સમાચાર મળે છે અને નીચાણવાળા વિસતારોમાં પાણી ભરાયા હતા અને કોઇ જાન હાની થયેલ ન હતી. જયારે પાટણવાવ ખાતે પણ જોરદાર વરસાદ પડતા ઓસમ પર્વત પર આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિરથી પાણીનો ધોધ પડતો હતો અને તે જોવા બહોળી સંખ્યામાં લોકોએ કુદરતી નજારો  જોઇ ધન્યતા અનુભવી હતી અને ધોરાજી વિસ્તારમાં પણ સફુરા નદી બેઠાડે વહેતી હતી અને પંચનાથ જવાના પુલ પરથી પાણી જતુ હતુ. ધોરાજી વિસ્તાર ૪ ઇંચ વરસાદને પગલે સીઝનનો કુલ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે જામકંડોરણા અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોરબાદ જોરદાર વરસાદ આવતા નદીઓમાં ઘોડાપુર આવેલ હતુ. 

(1:01 pm IST)