Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વિસાવદરમાં અષાઢી માહોલ વચ્ચે અનરાધાર ૩ ઇંચ વરસાદ ખાબકયો : મોસમનો કુલ વરસાદ ૯ ઇંચ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૬ : વિસાવદરમાં અષાઢી માહોલ વચ્ચે મેઘરાજાનુ ધમાકેદાર આગમન થયું છે.અનરાધાર ૩ ઈંચ જેટલુ પાણી પડી ગયુ છે મોસમનો કુલ વરસાદ સવા નવ ઈંચ જેટલો પડયો છે.તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તથા ગીર જંગલમાં પણ વરસાદના વાવડ છે.મેદ્યમહેરને લીધે નદી-નાળા છલકાયા છે.લોકો આનંદથી ઝુમી ઉઠ્યા છે.

વિસાવદર-ભેસાણ મામલતદાર શ્રી બ્રહ્મભટ્ટનાં જણાવ્યા અનુસાર સત્ત્।ાવાર આંકડા અનુસાર વિસાવદરમાં આજે સવારે ૮ વાગ્યા સુધીનો ૭૩ મીમી અને મોસમનો કુલ ૨૩૨ મીમી વરસાદ નોંધાયો છે.

આ લખાય રહ્યુ છે ત્યારે સવારે પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. 

(1:04 pm IST)