Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

હળવદ તાલુકામાં ગઈકાલે મેઘરાજાનું તોફાની આગમન : ગ્રામ્ય પંથક જળબંબોળ રણછોડગઢ ગામમા ઘરોમાં પાણી ઘુસ્યા

ચરાડવા રાજબાઈ માતાના મંદિર પરિસરમાં પણ પાણી ઘુસ્યા હતા

 ( દીપક જાની દ્વારા) હળવદ,તા.૨૬ :  તાલુકામાં ગઈકાલે  સાંજના સમય બાદ મમેઘરાજા એ દે ધનાધન તોફાની ઇનિંગ શરૂ કરતા ગ્રામ્ય વિસ્તારો જળબંબોળ બન્યા હોવાના સમાચારો સાંપડી રહ્યા છે. ભારે વરસાદને કારણે રણછોડગઢ ગામમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે તો ચરાડવા ગામે રાજબાઈ માતાના મંદિર પરિસરમાં પાણી ઘુસી ગયા છે.

મોરબી જિલ્લાના સવારથી મેઘસવારી શરૂ થઈ હતી. જો કે, હળવદ તાલુકામાં બપોર બાદ  સાંજ ના સમયે મેઘરાજાએ દે ધનાધન વરસાદ વરસાવતા સરંભડા, સુંદરી ભવાની, માથક, રાયધ્રા, ચિત્રોડી, ભલગામડા, ડુંગરપુર, ચરાડવા કડીયાણા, રણછોડગઢ, સરંભડા પાંડાતીરથ, શિવપુર સહિતના ગામોમાં ભરપૂર વરસાદ વરસ્યો છે.

 જો કે હળવદ તાલુકાના રાયધ્રા અને રણછોડગઢ ગામમાં વધુ વરસાદ પડયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને રણછોડગઢમાં તો કેટલા મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે ચરાડવા ગામે પણ રાજબાઈ માતાના મંદિર પરિસર માં પાણી ભરાઈ ગયા હતા.

જ્યારે હળવદ શહેર માં પણ ભારે રાહ જોવડાવ્યા બાદ રાત્રીના ૯:૩૦ વાગ્યા બાદ ભારે વરસાદ પડતાં નગરજનો એ વરસાદની મજા માણી હતી અને ગરમી મા થી રાહત અનુભવી હતી. ત્યારે બીજી તરફ પાક ને પાણી મળતા ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે. 

(1:04 pm IST)