Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મોરબી આમરણ ૧૦૮ ટીમે જામદુધઈ ગામે સ્થળ પર જ મહિલાની ડીલીવરી કરાવી

ખેતમજુર પરપ્રાંતીય પરિણીતાને પ્રસૃતિ પીડા ઉપડી હોયસ્થળ પર જ ડિલિવરી કરાવી

મોરબીના જામદુધઈ ગામે ખેતમજુર પરપ્રાંતીય પરિણીતાને પ્રસૃતિ પીડા ઉપડી હોય જેથી આમરણ લોકેશન ૧૦૮ ટીમે સ્થળ પર જ મહિલાની ડીલીવરી કરાવી હતી
આમરણ ૧૦૮ ટીમને વહેલી સવારે કોલ મળ્યો હતો જેમાં જામદુધઈ ગામના વાડી વિસ્તારમાં ખેત મજુરી કરનાર મહિલાને પ્રસુતિ પીડા ઉપડી હતી જેથી આમરણ ૧૦૮ ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી જોકે મહિલાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય રહ્યો ના હોય જેથી ૧૦૮ ટીમના ઇએમટી નીતેશ ભીમાણી અને પાયલોટ ગોસાઈ ભાવેશની ટીમે સ્થળ પર જ મહિલાની ડીલીવરી કરાવી હતી અને બાદમાં આમરણ પીએચસી ખાતે સારવાર માટે દાખલ કરાઈ હતી

(2:33 pm IST)