Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ધોરાજીના સુપેડી ગામે બે દિવસમાં 10 ઈંચ વરસાદ પડતાં ખેતરોમાં ધોવાણ: ખેડૂતોને નુકશાની પહોંચી ફોટો supedi

(કિશોરભાઈ રાઠોડ દ્વારા ) ધોરાજી :- સૌરાષ્ટ્રમા સાર્વત્રિક વરસાદ થી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
ત્યારે ધોરાજીના સુપેડી અને નાની વાવડી તેમજ મોટી વાવડી પંથકમાં બે દિવસમાં ૧૦ ઈંચ જેવો સાંબેલાધાર વરસાદ પડતાં ખેતરોમાં ધોવાણ થઈ ગયા હતા.
સૂપેડીનાં સ્થાનિક અગ્રણી રમેશભાઇ ડધાનીયા અને સ્થાનિક અખબાર વિતરકે જનાવેલ કે ૧૦ ઈંચ વરસાદથી ઉતાવળી નદીમાં બે કાંઠે પુરની સાથે ખેતરોમાં ધોવાણ થયું હોવાથી ખેડૂતોને નુકશાની પહોંચી છે

(8:13 pm IST)