Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પોરબંદર ના છાયા માંથી જુગાર રમતા ઈસમો ને રૂ. ૫૨.૭૦૦ ના મુદામાલ રોકડ સાથે ઝડપી લેતી LCB ની ટિમ

પોરબંદર : જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીંદર પ્રતાપસિંહ પવારસાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌શ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ‌‌ નાઓ દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે LCB PI એમ.એન.દવે તથા I/C PSI એચ.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો એલ.સી.બી. ઓફીસ હાજર હતા તે દરમ્યાન ASI બટુકભાઇ વિંઝુડા ને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે, પોરબંદર છાંયા, મારૂતિનગર ચાણક્ય વિદ્યાલય પાસે આરોપી દેવસી ભુરાભાઇ ઓડેદરા, ઉ.વ-૩૩, રહે, મારૂતિનગર, છાંયા, ચાણકય વિધાલય પાસે, પોરબંદરવાળો  પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી

દેવસી ભુરાભાઇ ઓડેદરા ઉ.વ-૩૩, રહે, મારૂતિનગર, છાંયા, ચાણકય વિધાલય પાસે, પોરબંદર.

અલ્કેશ બાબુભાઇ ગોરસેરા ઉ.વ.૩૩ રહે. નવાપરા, છાંયા, પોરબંદર

ભાવનાબેન વા/ઓ દેવસી ભુરાભાઇ ઓડેદરા ઉ.વ-૨૫, રહે, મારૂતિનગર, છાંયા, ચાણકય વિધાલય પાસે, પોરબંદર

ઉષાબેન વા/ઓ જગદીશ પ્રેમજીભાઇ વારા ઉ.વ-૪૬, રહે. નવાપરા, છાંયા, સરકારી સ્કુલ પાસે, પોરબંદરવાળાઓના કબ્જામાથી ગંજીપતાના પાના તથા રોકડા રૂા.૫૨,૭૦૦/- ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે અને કમલાબાગ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

કામગીરી કરનાર :- પોરબંદર LCB PI એમ.એન.દવે,  I/C PSI એચ.એન.ચુડાસમા,  ASI  રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથા HC સલીમભાઇ પઠાણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, PC દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે રોકાયેલ હતા.

(9:36 pm IST)