Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી

કોટડાસાંગાણી પીજીવીસીએલ તંત્રના પાપે ભેંસનુ ઘટનાસ્થળે જ મોતઃ બે કિશોરનો આબાદ બચાવ

(કલ્પેશ જાદવ દ્વારા) કોટડાસાંગાણી,તા.૨૬ : પીજીવીસીએલ તંત્રના પાપે કોટડાસાંગાણીના દેવી પુજક વિસ્તારના પાછળના ભાગે બીલેશ્વર મંદિર રોડ પર વિજપોલના તાણીયાને ભેંસ અડીજતા ભેંસનુ ઘટના સ્થળે મોત નીપજયુ હતુ જયારે ભેંસને લઈ જઈ રહેલા બે બાળકનો સદનસીબે આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના સ્હેજમા ટળી હતી.શહેરના દેવીપુજક વિસ્તારના પાછળના ભાગમા રહેતા અને મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતા મનસુખ તરશીભાઈ ચારોલીયાનો પુત્ર ભેંસને ઘરેથી પાણી પાવા માટે બિલેશ્વર મંદિર તરફના રસ્તેથી નદીમા લઈ જઈ રહેલા ભાવેશ ચારોલીયા અને અન્ય કિશોર રાહુલ પસાર થતા હોઈ ત્યારે ભેંસ માણેકવાડા ખેતીવાડિ ફિડરના લોખંડના વીજપોલના તાણીયાને(ઘાઈ)ને અડીજતા ભેંસનુ ઘટના સ્થળે જ મોત નીપજયુ હતુ. સદનસીબે બંને કિશોર થોડા દુર હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો.ભેંસનુ ઘટના સ્થળેજ મોત નીપજતા બંને બાળકો હેબતાઈ ગયા હતા અને ઘરે દોડી આવીને પીતાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીથી ગરીબ પરીવારની એકાદ લાખની કિંમતની ભેંસનુ મોત નીપજતા પરીવાર પર આભ ફાટી પડ્યુ હોઈ તેવી સ્થિતિ સર્જાતા કિશોરની માતા બનાવ સ્થળે પોક મુકિ રડી પડતા સ્નેહીજનોએ આશ્વાસન આપ્યુ હતુ. જોગાનુજોગ સાથે રહેલા બંને કિશોર બચી જતા પરીવારે રાહતનો શ્વાસ પણ લીધો હતો. ઘટનાબાદ પીજીવીસીએલના અધીકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:35 am IST)