Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

માળીયા ફાટક નજીક નંબર વગરની કારમાંથી એક પીધેલો અને એક છરી સાથે પકડાયો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે માળીયા ફાટક નજીકથી નંબર વગરની કિયા સોનેટ કાર લઈને નીકળેલા સુલતાનભાઈ ઉર્ફે ટપુશ રસુલભાઈ કટીયા (ઉ.વ.૩૭) (  રહે. માળીયા (મિં), વીશાલા હોટલની પાછળ)ને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં અને તેમની સાથે રહેલા ઈશાકભાઈ કારાભાઈ સંધવાણી (ઉ.વ.૧૯ )( રહે. માળીયા(મિં), વીશાલા હોટલની પાછળ)ને ધારદાર છરી સાથે ઝડપી લઈ 8 લાખની કિંમતની કિયા સોનેટ કાર કબ્જે લઈ જુદી જુદી કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

(10:32 am IST)