Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

વાંકાનેરના મહિકા ગામે વાડીમાંથી જુગારધામ ઝડપાયું, છ પત્તાપ્રેમી ઝડપાયા.

વાંકાનેરના મહિકા ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

  મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી વાંકાનેર તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી એસ આઈ ડી વી ડાંગરની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના સંજયભાઈ જાડેજાને બાતમી મળી હતી કે સતીષભાઈ નરશીભાઈ સોલંકી( રહે-વાંકાનેર નવાપરા વાળો ) પોતાના બનેવીની મહિકા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગારના સાધન સગવડ પૂરી પાડી જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમતા સતીશભાઈ નરશીભાઈ સોલંકી, સંતોષભાઈ રામજીભાઈ રાઠોડ, હુશેનભાઈ અલીમામદભાઈ શેખાણી, મુકેશભાઈ રમેશભાઈ ડાભી, મનોજભાઈ મેરૂભાઈ રાઠોડ અને મનોજભાઈ ગીરધરભાઈ ડાભીને રોકડ રકમ રૂ,૧,૦૪,૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ ડી વી ડાંગર, મયુરધ્વજસિંહ જાડેજા, હરીચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, સંજયભાઈ જાડેજા, અકીલભાઈ બાંભણીયા અને અજયસિંહ ઝાલા સહિતની ટીમે કરેલ છે.

(10:37 am IST)