Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબીના તાલુકા સેવાસદનની અંદર રખડતા ઢોરોનો અડીંગો, ગટરની સફાઈ અંગે માંગ

સામાજિક કાર્યકરે આર એન્ડ બી વિભાગમાં રજૂઆત કરી.

 મોરબી તાલુકા સેવાસદન અંદર રખડતા ઢોરોનો અડીંગો જોવા મળે છે તેમજ ઉભરાતી ગટરથી અરજદારો પરેશાની ભોગવી રહ્યા હોય જે મામલે સામાજિક કાર્યકર દ્વારા આરએન્ડબી વિભાગને રજૂઆત કરી છે
આરએન્ડબી વિભાગના ડેપ્યુટી એન્જીનીયરને સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે રજૂઆત કરી જણાવ્યું છે કે તાલુકા સેવા સદનમાં રખડતા ઢોર અને ઉભરાતી ગટરના ત્રાસથી અરજદારો પરેશાન છે ખૂટીયા સેવાસદન અંદર આંટાફેરા કરતા હોય જેથી અરજદારો ભયના માહોલમાં જોવા મળે છે સાથે જ અહી ઉભરાતી ગટરને પગલે મચ્છરનો ઉપદ્રવ અને રોગચાળાનો ભય જોવા મળે છે જેથી રખડતા ઢોર અને ઉભરાતી ગટર ના પ્રશ્ને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે

(5:52 pm IST)