Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબીના જાંબુડિયા અને લાલપર ગામેથી બાઈકમાં દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામની સીમમાં પાવર હાઉસ સામેથી પસાર થતા એકટીવા મોટરસાયકલને રોકી તલાશી લેતા દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ અને એકટીવા સહીત ૧૦,૩૦૦ નો મુદામાલ જપ્ત કરીને આરોપી નીતિન રમેશભાઈ સેલાણી રહે નવા જાંબુડિયા તા. મોરબી વાળાને ઝડપી લીધો છે
 મોરબીના લાલપર ગામની સીમમાંથી પોલીસે દેશી દારૂની હેરાફેરી કરનાર બાઈક ચાલક સહિતના બેને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમે લાલપર ગામની સીમમાંથી પસાર થતા બાઈક જીજે ૩૬ કયું ૯૭૮૨ ને રોકી તલાશી લેતા દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ અને બાઈક સહીત ૧૫,૧૪૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને બાઈક સવાર આરોપી સદામ હકીમ અજમેરી રહે લાલપર તા. મોરબી અને રાજુ જાદવ સિંધવ રહે લખધીરપુર ચોકડી મોરબી એમ બે ઇસમોને ઝડપી લીધા છે.

(5:59 pm IST)