Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પિતાના અવસાન પછી માતા બીજા લગ્ન કરે તો પણ સગીરને દાદાની મિલ્‍કતમાં હકક મળી શકે

પોરબંદરની સિવિલ અદાલતે આપેલ મહત્‍વનો ચુકાદો

સામાન્‍ય રીતે એવુ માનવામાં આવે છે. કે, કોઈપણ સ્‍ત્રી વિધવા થાય અને પછી બીજા લગ્ન કરી લે અને અગાઉના ધરનું બાળક પણ તેની સાથે લઈ જાય

ત્‍યારે તેના પ્રથમ પતિના પરીવારની મિલ્‍કતમાં તેનો કોઈ લાગભાગ કે, હકક હીત થતો નથી. પરંતુ કાયદાની જોગવાઈ મુજબ વડીલોપાર્જીત મિલ્‍કતમાં તમામ વારસદારોનો હકક થાય તેવુ પોરબંદરની સીવીલ કોર્ટે ઠરાવેલ છે.

થયેલ દાવા મુજબ ધવલ જગમાલ ચાવડા કે જેની ઉંમર માત્ર-૧૧ વર્ષની હોય અને તેથી તેની માતા હેમીબેન જગમાલ ચાવડા તે હેમીબેન રમેશભાઈ બોરખતરીયા દ્રારા સગીરના વાલી માતૃશ્રી તરીકે સગીરના દાદા સાજણભાઈ નારણભાઈ ચાવડા ઉપર એવા મતલબનો દાવો કરેલો હતો. કે, તેના દાદાની ખેતીની જમીન રાણાવાવ તાલુકાના ભોડદર ગામે આવેલી હોય અને કુલ ૧પ હેકટર કરતા વધારે જમીન હોય અને સગીર ધવલના પિતા જગમાલભાઈ નું અવશાન થઈ ગયેલુ હોય અને તેની માતા હેમીબેન દ્રારા બીજા લગ્ન રમેશભાઈ બોરખતરીયા સાથે કરી લેતા સગીર બાળક તેના નવા પિતા સાથે રહેવા ચાલ્‍યો ગયેલો હતો. અને તેને પોતાના ગુજરનાર પિતા જગમાલભાઈ ના ભાગે આવતી જમીન સંબંધે પોરબંદરની નામદાર કોર્ટમાં તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે ભાગ માંગવાનો દાવો કરતા અને તે દાવામાં વિગતવાર રેવન્‍યુ રેકર્ડ રજુ કરી તેમજ હિન્‍દુ વારસાઈ ધારાની જોગવાઈ મુજબ સગીરનો ભાગ થતો હોવાની રજુઆત કરતા અને દાવાના પ્રતિવાદી સાજણભાઈ ચાવડા દ્રારા પોતાની હૈયાતીમાં સગીરને ભાગ માંગવાનો હકક અધિકાર ન હોય અને પોતાના મૃત્‍યુ પછી ભાગ થતો હોવાનો બચાવ કરતા પરંતુ નામદાર કોર્ટ દ્રારા કાયદાની જોગવાઈઓ ઘ્‍યાને લઈ તેમજ રેકર્ડ ઉપરના પુરાવા ઘ્‍યાને લઈ અને જે કાંઈ જમીન છે તે વડીલોપાર્જીત હોવાનુ રેકર્ડ ઉપરથી પુરવાર થતુ હોય તેથી નામદાર કોર્ટ દ્રારા દાવો મંજુર કરી સગીરનો ૮(આઠ)મો ભાગ થતો હોવાનુ ઠરાવી જીલ્લા કલેકટરશ્રીને હુકમ કરી વાદવાળી જમીનમાં સગીરનું નામ દાખલ કરવા અને તેના હીસ્‍સે આવતી જમીન અલગ કરી કબજો સોંપી આપવા અને સાથે સાથે સગીર પુખ્‍ત ન થાય ત્‍યાં સુધી તેની માતા પણ આ જમીન વહેંચી શકશે નહીં. તેવો પોરબંદરના પ્રિન્‍સીપાલ સીનીયર સીવીલ જજ શ્રી શાહ મેડમ દ્રારા હુકમ કરેલ છે. આ ચુકાદાથી જે બાળકોના પિતા અવશાન પામેલ છે. અને જમીનમાં રહેલા તેમના હકક હીત સંબંધે તેને અન્‍યાય થતો હોય તેવા બાળકોને આ ચુકાદાથી ધણી રાહત મળશે અને તે રીતે આ ચુકાદો સિમ્‍હાચિન્‍હરૂપ આ ચુકાદો હોવાનુ તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા અનિલભાઈ સુરાણી તથા જયેશ બારોટ એ જણાવેલ છે.

(10:35 am IST)