Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

માતાજીની આરાધના સાથે નવલા નોરતાનો પ્રારંભઃ રાસ-ગરબાની રમઝટ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિવિધ શકિતપીઠોમાં વિશેષ શૃંગાર, પૂજન, અર્ચનઃ પ્રાચીન-અર્વાચીન રાસોત્‍સવના આયોજનો

રાજકોટ તા. ર૬ : આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે આજે સવારથી ભાવિકો દ્વારા ગરબાનું સ્‍થાપન કરવામાં આવ્‍યું છે જયારે ચોટીલામાં શ્રી ચામુંડા માતાજી, ગોંડલ શ્રી ભુવનેશ્વરીપીઠ, માટેલ સહિતના વિવિધ ધાર્મિક સ્‍થળોએ અને શકિતપીઠોમાં માતાજીની આરાધના સાથે વિશેષ પૂજન, અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા છે.

વિંછીયા

(પિન્‍ટુ શાહ દ્વારા) વિંછીયાઃ વિંછીયા તથા તાલુકાના ગામોમાં આજે નવરાત્રી નો પ્રારંભ થશે. રાત્રી ના ગામ ના ચોક માં પ્રાચીન રાસ-ગરબા ની રંગત જામશે. નાની-નાની માતાજી ઓ માના કાલા-ઘેલા ગરબા ગાઈ સૌને ઘેલું લગાડશે. પ્રાચીન રાસ ગરબા બાદ ધાર્મિક-ઐતિહાસિક- સામાજિક નાટકો ભજવાશે. જેને લોકો મોડી રાત સુધી માણશે.(મેઘના વિપુલ હિરાણી) ભાવનગરઃ ભાવનગરના શક્‍તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે પ્રાચિન પ્રણાલીકા અને પરંપરા સાથે નવરાત્રી મહોત્‍સવ ઉજવાય છે જેમાં પ્રથમ નોરતે શક્‍તિ વંદનાની પરંપરા પણ છે. આજે સોમવારે પ્રથમ નોરતે સવારે ૯.૪૫ કલાકે માતાજીની આંગી ચોકમાં પધરાવામાં આવશે. જયારે રાત્રે ડાયરાના કલાકારો ભાવ પ્રસ્‍તુતિ કરશે જેમાં પોપટભાઈ માલધારી, દિપક હરિયાણી તથા શિવાભાઈ ગઢવી સહિતના કલાકારો શક્‍તિ વંદના કરશે.

ચિન્‍મય મિશન

ભાવાશ્રમ પર દરરોજ સાંજે ૪:૩૦ કલાકે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવેલછે.મુખ્‍ય યજમાન/સમષ્ટિ યજમાન બની ગાયત્રી હવનનો લાભ લેવા આમંત્રણ પાઠવાયુ છે.સ્‍થળઃ ચિન્‍મય ભાવાશ્રમ અયોધ્‍યાનગરી બસસ્‍ટેન્‍ડની સામે, કાળિયાબીડ, ભાવનગર.

ધોરાજી

(ધર્મેન્‍દ્ર બાબરીયા-કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : જય ભૂલકા હનુમાન ગ્રુપ દ્વારા છેલ્લા ૧૫ વર્ષ થયા ભૂલકા ગરબીનું આયોજન થાય છે આ ગરબીમાં નાત જાત જાતના ભેદભાવ વગર દરેક બાળાઓને રમે છે માતાજીના નવે નવ નોરતા બાળાઓને અલગ અલગ લાણી આપવામાં આવે છે અને છેલ્લે દિવસે એજયુકેશનમાં ઉપયોગી આવતી વસ્‍તુઓની મેગા લાણી આપવામાં આવે છે સોમવારથી નવ દિવસ સુધી નાની નાની બાળાઓ માતાજીની આરાધના કરશે સ્‍થળ પંચશીલ સોસાયટી જમનાવડ રોડ ધોરાજી આ કાર્યને સફળ બનાવવા રાકેશભાઈ ચાંગેલા, જયંતીભાઈ માવાણી, રાણાભાઇ રાવરાણી, જતીનભાઈ દેસાઈ, લાલાભાઈ સહિત ના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે એમ દલસુખભાઈ વાગડીયાની યાદી જણાવે છે.

(11:28 am IST)