Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જામકંડોરણામાં રાજકોટ જીલ્લાની સાત સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જયેશભાઇ રાદડીયા સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાઇ

જામકંડોરણા : રાજકોટ જીલ્લાની સાત સહકારી સંસ્‍થાઓશ્રી રાજકોટ ડિસ્‍ટ્રીકટ કો ઓપરેટીવ બેંક લી., શ્રી રાજકોટ જીલ્લા સહકારી દુધ ઉત્‍પાદક સંઘ લી., શ્રી રાજકોટ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી., શ્રી રાજકોટ જીલ્લા સહકારી સંઘ, શ્રી રાજકોટ જીલ્લા કો-ઓપ. કોટન માર્કેટીંગ યુનિયન લી.શ્રી રાજકોટ જીલ્લા સહકારી પ્રકાશન અને મુદા લી. શ્રી રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો-ઓપ. બેંક લી.ના કર્મચારી શ.મં.લી.ની વાર્ષિક સાધારણ સમારોહ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલના અધ્‍યક્ષ સ્‍થાને  યોજાયો હતો. આ પ્રસંગે સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓનું સેવા સન્‍માન અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા સભાસદોના  વારસદારોને વિમા ચેકનું ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે વિતરણ કરવામાં આવ્‍યું હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાત સ્‍ટેટ કો.ઓ.બેન્‍કના ચેરમેન અજયભાઇ પટેલ રાજકોટ જીલ્લા સહકારી બેંકના ચેરમેન અને પુર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજા, વાહન વ્‍યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાભ્‍ય કુંવરજીભાઇ બાવળીયા, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રી મનીષભાઇ ચાંગેલા, રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, પુર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા સહિતના સહકારી, રાજકીય ક્ષેત્રના આગેવાનો તેમજ જીલ્લાભરમાંથી રાજકીય, સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ વિશાળ સંખ્‍યામાં ખેડુત સભાસદોએ હાજરી આપી હતી.

 પ્રદેશ પ્રમુખ સી.આર.  પાટીલે જણાવ્‍યું કે ગુજરાતમાં અંદાજીત સતર જેટલી સહકારી બેંકો ભાજપ પાસે છે ઉપરાંત સહકારી ક્ષેત્રમાં સુગર ફેકટરીઓ, મોટા ભાગની દુધ ડેરીઓ, માકેટીંગ યાર્ડો અને જીલ્લા સંઘમાં ભાજપના કાર્યકર્તાઓ સફળ સંચાલન કરી રહયા છે.રાજકોટ ડીસ્‍ટ્રીકટ  કો.ઓપ. બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાએ સભાસદોની વિશાળ હાજરીમાં ૬૩મી વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા જણાવેલ કે ખેડુતોને સારા માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડિસ્‍ટ્રીકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે.

ચેરમેન જયેશભાઇ રાદડીયાએ લોન્‍ચ કરેલી યોજનાઓમાં સભાસદોની શેર મુડી પર ૧ર ટકા ડીવીડન્‍ડ ચુકવવાની, બેંક મારફત ધિરાણ લેતા ખેડુત સભાસદોને વિઠલભાઇ રાદડીયા મેડીકલ કોલેજ સહાય યોજના હેઠળ કેન્‍સર, કીડની, પથરી, પ્રોસ્‍ટેટ, હાર્ટએટેક, પેરેલીસીસ તથા બ્રેઇન હેમરેજ જેવા મેજર રોગોમાં મેડીકલ સારવાર માટે રૂા.૧ર૦૦૦ની સહાય ચુકવવામાં આવે છે તેમાં વધારો કરી રૂા.૧૫૦૦૦ની સહાય તેમજ ખેત જાળવણી લોનમાં રૂા.ર લાખનો વધારો કરી મહતમ રૂા.૧ર લાખ સુધીની લોન યોજના, મંડળીઓને કે.સી.સી. ધિરાણ પર વર્ષ ર૦રર-ર૩ માટે ૧.રપ ટકા વ્‍યાજ માર્જીનની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ જીલ્લા દુધ સંઘના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાએ જણાવેલ કે સંઘનો ર૦ર૧-રરનો ચોખ્‍ખો નફો ૧૦.ર૩ કરોડ થયેલ છે. તેમજ દુધ અને દુધની બનાવટોના વેચાણમાંથી નફો મેળવીને દુધ ઉત્‍પાદકોને દુધના પોષણક્ષમ ભાવ મળે તે માટે દુધ અને દુધની બનાવટોનું વેચાણ વધારવા આયોજન કરવામાં આવશે તે માટે ૩૦૦૦થી વધુ વસ્‍તી ધરાવતા ગામોમાં નવી અજન્‍સીઓ મારફતે દુધ અને દુધની બનાવટોનું વેચાણ શરૂ કરવામાં આવશે. (તસ્‍વીર : અહેવાલ : મનસુખ બાલધા)

(11:57 am IST)