Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કોંગ્રેસની સરકાર આવશે તો ડ્રગ માફિયા વિરુદ્ધ સખત કાર્યવાહી દ્વારા યુવા ધનને બચાવી લેવાશે : કાલાવડના ધારાસભ્‍ય પ્રીણભાઈ મુસડિયા

કાલાવડના ધારાસભ્‍ય પ્રવીણભાઈ મુસડિયા દ્વારા ‘‘મારૂ બુથ મારૂ ગૌરવ'' ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યક્રમ થકી ચૂંટણી ઢંઢેરામાં અપાયેલ વચનો છેવાડાના લોકો સુધી પહોંચાડાયા

કાલાવડ તા.૨૬ : કાલાવડના ધારાસભ્‍ય  પ્રવીણભાઈ મુસડિયા દ્વારા  ‘‘મારૂ બુથ મારૂ ગૌરવ'' નામના ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના કાર્યક્રમ દ્વારા જન જન સુધી પહોંચી, કાઁગ્રેસ દ્વારા આપવામાં આવેલ વચનો નિભાવવામાં આવશે અને  ચૂંટણી ઢંઢેરામાં અપાયેલ   વચનો છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવેલ હતા.

કાલાવડના ધારાસભ્‍ય  પ્રવીણભાઈ મુસડિયા એ જણાવ્‍યું હતું કે૧) ૩૦૦ યુનિટ સુધી વીજળી મફત

૨)૩૦૦૦ સરકારી અંગ્રેજી શાળાઓ ખોલવામાં આવશે

૩)દીકરીઓને કેજી થી પીજી સુધી મફત શિક્ષણ

૪)એક લીટર દૂધ પર ૫ (પાંચ)  રુંપિયા સબસિડી

૫) ગેસની બોટલ માત્ર ૫૦૦-૦૦ રૂપિયામાં

૬) ખેડૂતોને રૂપિયા ત્રણ લાખ (૩૦૦૦૦૦) સુધીનું દેવું માફ

૭) કોરોના થી મળત્‍યુ થયેલ લોકોને રૂપિયા ૪૦૦૦૦૦(ચાર લાખ) ની સહાય આપવામાં આવશે.

૮) ગુજરાત માં  ડ્રગ્‍સ માફિયા યુવાનોને  ડ્રગ ના રવાડે ચડવી અનેક યુવાનોની જીંદગી સાથે માં બાપ ની જીંદગી બરબાદ કરવામાં આવી રહી છે ત્‍યારે કોંગ્રેસની સરકાર આવશે તો ડ્રગ માફિયા વિરુદ્ધ સખત કાર્યવાહી દ્વારા યુવા ધન ને બચાવી લેવાશે.તેમ અંતમાં કાલાવડ ના ધારાસભ્‍ય  પ્રવીણભાઈ મુસડિયા એ જણાવ્‍યું હતું.

(11:58 am IST)