Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

બગસરા તાલુકાના બાલાપુર ગામે ભાજપના ઉપપ્રમુખ ઉપર આમ આદમીનાના કાર્યકર્તાએ હુમલો કર્યો

(સમીર વિરાણી દ્વારા )બગસરા તાલુકા ભાજપના ઉપપ્રમુખ મનસુખભાઈ સાંગાણી ઉપર આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા હિતેશ નાથાભાઈ સાંગાણી દ્વારા પથ્‍થર વડે હુમલો કરવામા આવ્‍યો છેર્.ં પથ્‍થર વડે હુમલો કરતા અમરેલી હોસ્‍પિટલમાં  દાખલ કરવામાં આવ્‍યા છે બાલાપુર ગામે મનસુખભાઈ સાંગાણી બગસરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ઉપર તેજ ગામના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હિતેશ નાથાભાઈ સાંગાણી દ્વારા પથ્‍થર વડે હુમલો કરતા માથાના ભાગમાં બધા હાથના ભાગમાં ઈજા થયેલ છે અને હાથમાં પણ બટકું ભરેલ છે આ બાબતે. પોલીસ ફરિયાદ કરવામાં આવી છે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

(11:59 am IST)