Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જામનગરમાં ચોરી કરનાર ભત્રીજો ઝડપાઇ ગયો

જામનગર તા.ર૬ : બે દિવસ પહેલા જામનગર રણજીત રોડ લંધાવાડનો ઢાળીયો બાજરીયા બ્રધર્સ વાળી શેરીમાં થયેલ રફોડ (રોકડા રૂપીયા) ચોરીમાં સંડોવાયેલ ઇસમ ખાનગી ટ્રાવેલ્‍સમાં જામનગર છોડી મુંબઇ નાસી જવાની પેરવી કરે છે જે હકીકત આધારે વિકટોરીયા પુલ પાસે વોચ ગોઠવી આરોપી સરફરાજ હુશેનભાઇ આંબલીયા પીંજારા (ઉ.વ.રર) ધંધો મજુરી રહે. લંધાવાડનો ઢાળીયો રણજીત રોડ બાજરીયા બ્રધર્સ વાળી શેરીમાં જામનગર વાળાને પકડી પાડી મજકુર પાસે  રહેલ થેલાની ઝડતી કરતા થેલામાં કપડા નીચેથી એક બ્‍લુ કલરનું તુલસી લખેલ પર્સ મળી આવેલ જેમાંથી રૂા.ર૦૦૦ તથા પ૦૦ના દરની નોટો મળી કુલ રોકડા રૂપિયા પ લાખ તથા એક આધારકાર્ડ તથા એક પાનકાર્ડ મળી  આવેલ જે રોકડા રૂપીયા તથા દસ્‍તાવેજી પુરાવાના આધારે પુછપરછ કરતા ગઇ તા.રર-૯-ર૦રરના રોડ લંધાવાડનો ઢાળીયો બાજરીયા બ્રધર્સ વાળી શેરીમાં રહેલ પોતાના કૌટુંબીક કાકાના ઘરેથી ચોરેલ હોવાનું કબુલાત આપતા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડા  રૂપીયા પ,૦૦,૦૦૦ તથા આધારકાર્ડ તથા પાનકાર્ડ રીકવર કરી જામ સીટી ડીવી. પો. સ્‍ટે.નો અનડીટેકટ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢેલ છે.

આ કામગીરી પો. ઇન્‍સ. કે.જે.ભોયે તથા પો.સબ. ઇન્‍સ. ડી.એસ.વાઢેર તથા એ.એસ.આઇ. હિતેશભાઇ ચાવડા તથા પો. હેડ કોન્‍સ. રાજેશભાઇ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા તથા પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, વિપુલભાઇ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.

(12:46 pm IST)