Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વિધાનસભા ગૃહમાં વોકઆઉટ

 સાવરકુંડલા : કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા ગૃહમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા અને ઓ.બી.સી આદિવાસી દલિત અને લઘુમતી ૮૨% વસ્તી આધારિત બજેટ ફાળવા તથા બોર્ડ નિગમોમાં જન સંખ્યા આધારિત ગ્રાન્ટ ફાળવવા માંગણી કરવામાં આવી હતી.વિધાનસભા ગૃહમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા ઓબીસી એસસી એસટી અને લઘુમતી સમાજના હક માટે અવાજ ઉઠાવવામાં આવ્યું જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા દરેક સમાજને સરકાર દ્વારા પૂરતું બજેટ ફાળવવામાં આવે અને વસ્તી આધારિત પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી અને માંગણીઓના અનુસંધાને ગૃહમાંથી વોક આઉટ કરવામાં આવ્યું હતું.

 

(12:35 pm IST)