Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અમરેલીમાં પોલીસ પરિવાર દ્વારા આજથી નવરાત્રી રાસોત્સવનું આયોજન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૬ : અમરેલી ખાતે તા.ર૬ થી ૪/૧૦ સુધી સુપ્રસિધ્ધ ગાયક કલાકાર પુનમબેન ગોંડલીયા તેમજ ઓર્કેસ્ટ્રા ટીમના સુમધુર સંગીતના તાલે નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવનાર હોય, જેથી સમગ્ર અમરેલી જિલ્લાની ઉત્સવપ્રેમી જનતાને  નવરાત્રીના કાર્યક્રમમાં પધારવા તેમજ ખેલૈયાઓને ભાગ લેવા અમરેલી જિલ્લા પોલીસ પરિવાર વતી આમંત્રણ પાઠવાયું છે.

નવરાત્રીના કાર્યક્રમમાં ખેલૈયાઓ તેમજ પ્રેક્ષકોને વિનામુલ્યે પ્રવેશ રહેશે. ખેલૈયાઓ તરીકે કોઇપણ વ્યકિત ભાગ લઇ શકે છે. નવરાત્રીના કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલૈયાઓને રોજેરોજ ઇનામો આપી પ્રોત્સાહીત કરવમાં આવશે .તેમજ નવરાત્રીનાાછેલ્લા દિવસે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલૈયાઓને ભવ્ય ઇનામો આપવામાં આવશે.

(1:27 pm IST)