Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સાવર કુંડલામાં ખોડીયાર બાળ મંડળ દ્વારા નવરાત્રી ઉજવાશે નાના બાળકો મશાલ રાસ રમશે

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ર૬ :.. સર્વોદયનગર વિસ્તારમાં ખોડીયાર બાળ યુવક મંડળ દ્વારા નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવશે અહીં છેલ્લા પંચોતેર વર્ષથી પ્રાચિન રાસ રમવામાં આવે છે.

અહીં ફકત દોકડ-તબલા અને મંજીરાના તાલ સાથે ગુજરાતી ગરબા ગાઇને દાંડીયા રાસ રમવામાં આવે છે. અહીં ખેલૈયાઓ કેડીયુ અને ચોરણી પહેરીને રાસ રમતા હોય તે જોવા માટે શહેરભરમાં જનમેદની ઉમટી પડે છે. અહીં નેસડી રોડ ચોકથી મેલડી ચોક સુધીનાં રસ્તાને લાઇટ ડેકોરેશન થી સજાવવામાં આવ્યો છે.

ખોડીયાર બાળ મંડળ દ્વારા આ વર્ષે મશાલ રાસ રમવામાં આવશે. જેમાં નાના બાળકો હાથમાં મશાલ લઇ માતાજીની ગરબી ફરતે રાસ રમશે, જે સૌરાષ્ટ્રભરમાં પ્રથમ વાર જ મશાલ રાસ હોય તેને જોવા પણ આવે છે. શહેરીજનો ઉમટી પડશે, મશાલ રાસ રમવા માટે નાની બાળકોને એક માસથી તાલીમ આપવામાં આવી રહેલી, જેને માટે ખોડીયાર બાળ યુવકનાં કાર્યકર્તાઓ સખ્ત જહેમત ઉઠાવી હતી, અહીં દુર્ગા માતાજીનો ફલોટ પણ રજૂ કરવામાં આવ્યો છે.

(1:29 pm IST)