Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જામનગરમાં સીટી બી ના હે.કોન્સ.એ મહિલા સહિત ૩ને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: અહીં શરૂ સેકશન રોડ, મંગલમ એપાર્ટમેન્ટ બ્લોક નં.ર૮ માં રહેતા ગીતાબા હિરેનિંસંહ વિજયસિંહ ઝાલા તે ડો/ઓ વિક્રમસિંહ મનુભા જેઠવા, ઉ.વ.ર૦ એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આરોપી યુવરાજસિંહ વિ. જાડેજા હેડ કોન્સ. સીટીભબીભ પોલીસ સ્ટેશનવાળાએ ફરીયાદી ગીતાબાના માવતરના ઘરે જઈને ફરીયાદી ગીતાબા તથા તેના માતા તથા ભાઈને ભુંડી ગાળો બોલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બાદ આજરોજ ફરીવાર ફરીયાદી ગીતાબાને તથા તેના માતા તથા ભાઈને મોબાઈલ પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતા મહિલાને ઈજા

અહીં રણજીતસાગર રોડ જ્ઞાનગંગા સ્કુલ પાસે મયુરભાગ માં રહેતા પરેશભાઈ નાગજીભાઈ ઘાડીયા, ઉ.વ.૩૬ એ પંચ ભએભ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પરેશભાઈ તથા તેમના પત્ની નિતલબેન ઉ.વ.૩ર વાળા બંન્ને ફરીયાદી પરેશભાઈનું હોન્ડા મોટરસાયકલ સાઈન જેના રજી.નં.જી.જે.૧૦–સી.એમ.–૭૦૩૪ નું લઈ રામપરગામે જતા ત્યારે ટ્રક ટ્રેલર નં. એન.એલ.–૦૧–કે–રપપ૩ ના ચાલકે તેનુ ટ્રક ટ્રેલર એકદમ પુર ઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી અચાનક વાળી દેતા ટ્રેલર નો પાછળનો ભાગ મોટરસાયકલ સાથે ભટકાતા બંન્ને મોટરસાયકલ સહિત પડી જતા ફરીયાદી પરેશભાઈને શરીરે નાની મોટી ઈજા પહોંચાડી તેમજ જમણા પગમાં ગોઠણથી નીચેના ભાગે ફેકચર જેવી ઈજા પહોંચાડી તેમજ ફરીયાદી પરેશભાઈના પત્ની નિતલબેનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ટ્રક ટ્રેલરનો ચાલક ટ્રક ટ્રેલર મુકી નાશી જઈ ગુનો કરેલ છે.

અગમ્યકારણોસર મહિલાએ ઝેરી દવા પી લેતા મોત

અહીં લુમ્બીની નગર, જી.સી.આર. મોલની સામે, ઢેબા ચોકડી પાસે રહેતા સંજયભાઈ રમેશભાઈ જેપાર, ઉ.વ.ર૭ એ પંચ બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર દક્ષાબેન સંજયભાઈ રમેશભાઈ જેપાર, ઉ.વ.રપ એ અગમ્યકારણોસર પોતાની ઝેરી દવા પી લેતા સારવારમાં ૧૦૮ મારફતે જી.જી.હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

માનસીક બિમારીથી કંટાળી જઈ આઘેડે ઝેરી દવા પી જતા મોત

જામનગર : જામનગર જિલ્લાના ચંગા ગામે બસ સ્ટેશનની બાજુમાં રહેતા દિલીપસિંહ માનસંગજી પીંગળ, ઉ.વ.પપ એ પંચ બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર કિશોરસંગ માનસંગજી પીંગળ, ઉ.વ.પપ ને છેલ્લા બે વર્ષથી માનસીક બિમારીની દવા ચાલુ હોય જેની પોતે પોતાની ઘરે પોતાના હાથે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવારમાં જી.જી.હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

ઉઘરાણી બાબતે ઘરમાં ઘુસી છરી વડે હુમલો કર્યાની બે સામે ફરીયાદ

અહીં ગોકુલનગર, અયોઘ્યાનગર શેરી નં.૭ માં રહેતા પરબતભાઈ કાંધાભાઈ ધ્રાંગુ એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પરબતભાઈ પાસે આરોપી દિપક લુવાણો ઉર્ફે કોટીયો રૂ.૬પ૦૦/– માંગતા હોય અને તેના માટે ફોન કરી ઉઘરાણી કરતા ફરીયાદી પરબતભાઈ પાસે પૈસા ન હોય જેથી આરોપી દિપકભાઈએ ફરીયાદી પરબતભાઈને ફોનમાં ગાળો આપતા ફરીયાદી પરબતભાઈએ ફોન કાપી નાખતા તે વાતનો ખાર રાખી આરોપી દિપક તથા ભરત ચૌહાણ એ ફરીયાદી પરબતભાઈના ઘરે તલવાર તથા છરી જેવા પ્રાણઘાતક હથીયારો સાથે ગુન્હાહીત અપ્રવેશ કરી ફરીયાદી પરબતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પરબતભાઈ ઉપર જીવલેણ હુમલો કરી આરોપી ભરત ચૌહાણ એ ફરીયાદી પરબતભાઈને પેટના ભાગે છરી મારી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ખાયડી ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રવિણભાઈ કરશનભાઈ બડીયાવદરા એ ફરીયાદ નોંધાવી છે કે, ખાયડી ગામે આવેલ સાતપળા સીમમાં સ્ટ્રીટલાઈટના અજવાળે આરોપી અશોક નાથાભાઈ ગાગીયા, અરજનભાઈ કારાભાઈ ગોજીયા, ડયમંડઅલી ગુલામહુશેન ખોજા, અબ્દુલ અલીભાઈ કડારીયા, સિકદર અલીભાઈ કટારીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા રપ૪૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે શખ્સ ઝડપાયો

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ ડાયાલાલ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ગાંધીનગર, સાંઈબાબાના મંદિર પાસે, જામનગરમાં આરોપી પ્રેમભારથી ભીખુભારથી ગોસાઈ એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

વામ્બે આવાસમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, વામ્બે આવાસ પાસે આરોપી મયુરભાઈ ભીખુભાઈ બારોટ એ પોતાના કબ્જાના હિરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦–સી.કયુ.–૮૧૯ર જેની કિંમત રૂ.પ૦,પ૦૦/– માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/–  સાથે શખ્સ ઝડપાયો

બેળગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, બેળગામ ગળીયાપીરદાદાની દરગાહ પાસે બાવળના ઝાડ નીચે આરોપી મનસુખ ઉર્ફે મુકેશ મેઘજીભાઈ મકવાણા, મુરુભાઈ ભાયાભાઈ ડેર, દેવજીભાઈ ઉર્ફે ભકકો ગોવિંદભાઈ રાઠોડ, જગદીશ બાબુભાઈ મેરીયા, કાંતીભાઈ ઉર્ફે ભુરો મોહનભાઈ મકવાણા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧૮પ૦/ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જાંબુડા ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

જામનગર : પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભાવેશભાઈ હરીભાઈ લાંબરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જાંબુડા ગામમાં આવેલ નદીના પટ પાસે બાવળની ઝાડીમાં આરોપી કનુભાઈ ચનાભાઈ ખીમસુરીયા, મંગાભાઈ પબાભાઈ પરમાર, દિનેશભાઈ અરજણભાઈ પરમાર, શામજીભાઈ લાલજીભાઈ ઝંડારીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૩ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જાંબુડા ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા : એક ફરાર

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. કમલેશભાઈ અમુભાઈ ખીમાણીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જાંબુડા ગામમાં દલીતવાસની પાછળ બાવળના ઝાડન નીચે આરોપી પ્રકાશભાઈ દેવાભાઈ ખીમસુરીયા, વાલજીભાઈ દાદુભાઈ પરમાર એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦૧૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા ફરાર હકાભાઈ મેઘાભાઈ ખીમસુરીયા એ નાશી જઈ ગુનો કરેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથી ધરી છે.

સીએનજી રીક્ષા એ ઈલેકટ્રીક બાઈને ઠોકર મારતા ઈજા

દડીયા ગામે આશાપુરા હોટલની પાછળની ગલીમાં રહેતા મહેશભાઈ કાંતીભાઈ લખિયર, ઉ.વ.૩પ એ  રણજીત સાગર ડેમના ઢાળીયા પહેલા કાચા રસ્તેથી મેઈન રોડ ઉપર ચડતા આરોપી સી.એન.જી. રીક્ષા જેના રજી.નં.જી.જે.૧૦–ટી.ડબલ્યુ–૪૧રરના ચાલક મીલન દિલીપભાઈ ગંઢા એ પોતાની રીક્ષા પુરઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે રોંગ સાઈડમાં ચલાવી આવી ફરીયાદી મહેશભાઈ તથા તેના ભત્રીજા દર્શન પોતાના ઈલેકટ્રીક મોટરસાયકલને પાછળથી ઠોકર મારી ફરીયાદી મહેશભાઈ તથા સહેદ દર્શન બંને રોડની નીચે પાડી દઈ અને દર્શનને શરીરે તથા માથામાં પાછળના ભાગે હેમરેજની ગંભીર ઈજા કરી ગુનો કરેલ છે.(

(1:40 pm IST)