Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મોરબીની સબ જેલના સ્ટાફે વિવિધ માંગણીઓ અંગે કલેકટરને આવેદન પાઠવ્યું.

જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ તાત્કાલિક આપવાની માંગ

મોરબી :ગુજરાત સરકાર દ્વારા જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ તાત્કાલિક આપવાની માંગ સાથે જેલ સ્ટાફ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે

મોરબી સબ જેલના કર્મચારીઓ દ્વારા આવેદન પાઠવી જણાવ્યું છે કે ગુજરાત સરકારના ફિક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ જાહેર કરેલ છે તેમજ ફિક્સ પે કર્મચારીઓના રજા પગારમાં રૂ ૧૫૦ ની જગ્યા પર રૂ ૬૬૫ કવામાં આવેલ છે જે મુજબ પોલીસ સમક્ષ જેલ વિભાગના કર્મચારીઓને ફિક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ તાત્કલિક આપવું, જેલ કર્મચારીઓની બદલી ઝોન વાઈઝ કરવામાં આવે જેથી જેલ કર્મચારીઓના સંતાનોના શિક્ષણ પર અસર ના થાય તેમજ જેલ કર્મચારીઓની બદલીનો સમયગાળો ત્રણ વર્ષથી વધારવામાં આવે જેથી માનસિક અને શારીરિક તણાવમુક્ત ફરજ બજાવી સકે, જેલમાં કર્મચારીઓને થતી શિક્ષામાં સુધારા કરી ઇજાફા રોકવા તેમજ અજમાયશી વધારવાની શિક્ષાની આઆ પોલીસની જેમ રોકડ દંડ અથવા નાની શિક્ષા કરવામાં આવે જેથી નાના કર્મચારીઓને ભવિષ્યમાં આર્થિક તેમજ બઢતીમાં નુકશાન ના થાય
તેમજ તાલુકા સબ જેલ, જેલ હસ્તક હોવા છતાં જેલ પોલીસ સ્ટાફ મુકવામાં આવતા નથી જેથી તમામ તાલુકા સબ જેલ પર જેલ સ્ટાફને ફરજમાં મુકવા યોગ્ય કરવું, પોલીસને વર્ષ દરમિયાન મળતા આર્ટીકલ, યુનિફોર્મ, જેલ પોલીસ કર્મચારીઓને પણ ફાળવવામાં આવે તેમજ પોલીસ સમકક્ષ આર્ટીકલમાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરી છે.

(12:18 am IST)