Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ભુજથી અગરબતી ખરીદી રૂપિયા ન ચૂકવનાર જામનગરની પેઢી સામે છેતરપીંડીની ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૫: ભુજમાં અગરબતી બનાવવાની ફેકટરી ધરાવતાં વ્યાપારીએ ઠગાઈ અંગે જામનગરની વ્યાપારી પેઢી સામે ભુજ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.

ભુજના જીઆઇડીસી મધ્યે જીન્સા ઈન્ડસ્ટ્રીઝ નામે અગરબત્ત્।ીની ફેકટરી ધરાવતાં હરિત હર્ષદભાઈ રાવલે દાખલ કરાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જામનગરની આદિનાથ ઇમ્પેક્ષ વ્યાપારી પેઢીના આદર્શ ગડા અને નવીન ચૌહાણે ૧.૧૨ લાખ રૂપિયાની ૧૫૦૦ કિલો અગરબત્ત્।ીનો જથ્થો ખરીદ્યા બાદ તે રકમ ન ચૂકવી વિશ્વાસદ્યાત કર્યો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:04 am IST)