Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ઉંના ભાજપ પ્રમુખ ઉંપર સોશ્યલ મીડિયામાં પાયાવિહોણા આક્ષેપો સામે સાઈબર ક્રાઈમ સેલમાં રજૂઆત

(નવીન જોષી, નિરવ ગઢીયા દ્વારા) ઉંના, તા. ૨૫ :. સોશિયલ મીડીયામાં થયેલી વાઈરલ પોસ્ટમાં ઉંના શહેર ભાજપાના પ્રમુખ મિતેષભાઈ શાહ સામે આધાર-પુરાવા વગરના કરેલા પાયા વિહોણા આક્ષેપો બાબતે મિતેષભાઈ શાહ દ્વારા સાઈબર ક્રાઈમ સેલ-જૂનાગઢને રજૂઆત કરીને પગલા લેવાની માંગ કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવેલ કે પોતે મિતેષભાઈ શહેર ભાજપાના પ્રમુખ હોય રાજકીય દુશ્મનો દ્વારા તેની પ્રતિષ્ઠાને નુકશાન કરવાના બદઈરાદાથી ખોટી રીતે કોઈપણ જાતનો બનાવ ન બનવા પામ્યો હોવા છતાં આધાર-પુરાવા વગરના આક્ષેપો કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા માગણી કરી છે.


 

(10:35 am IST)