Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

વેરાવળ નજીક દરિયામાં માચ્છીમાર બેભાન થઇ જતા સોમનાથ મરીન પોલીસે તાકીદે રેસ્કયુ કર્યુ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૫: આ ખલાસીને સમયસર સારવાર મળતા તેની સ્થિતી સારી હોવાનું જાણવા મળેલ છે.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગઇ કાલે બપોરના બે વાગ્યે દરીયાઇ સુરક્ષા કચેરી ગાંધીનગરના કંટ્રોલ રૂમના હેલ્પ લાઇન ૧૦૯૩ નંબર પર વેરાવળ નજીકના ૨૫ નોટીકલ માઇલ દુર દરીયામાં નંબર જી.જે. ૨૫ એમ.એમ. ૪૮૭૮ માછીમારી કરી રહેલ પોરબંદરની બોટનો એક ખલાસી અર્જુન ધીરૂભાઇ ડોબરીયા ઉ.વ .૨૧ ( રહે.તલાવપાડા તા.ભિલાડ જી.વલસાડ ) અચાનક બેભાન થઇ ગયો હોવાથી તાત્કાલીક સારવારની જરૂરીયાત ઉભી થઇ હોવા અંગે બોટના ટંડેલે મદદ માંગી હતી . જે માહિતી વડી કચેરી દ્વારા સ્થાનીક સોમનાથ મરીન પોલીસ સ્ટેશનને આપી હતી જેના આદ્યારે મરીન પોલીસને ઇન્ટરસેપ્ટર સ્પીડ બોટના ઇન્ચાર્જ જગદીશ મકવાણાને વિગતો આપી તાત્કાલીક મદદે દરીયામાં પહોંચવા સુચના આપવામાં આવી હતી . જેથી સાથી બોટના ક્રુ મેમ્બર કર્મચારી હરીસીંહ ડોડીયા , માસ્ટર દિનેશભાઇ ચાવડા અને સેરાંગ ભીમજીભાઇ નાથાભાઇ પરમાર સ્પીડ

બોટ લઇ દરીયામાં રવાના થઇ મદદ માંગનાર બોટના ટંડેલ સાથે મોબાઇલ થકી

વાતચીત કરી તેમની બોટનું લોકેશન ટ્રેપ કરી સુત્રાપાડા નજીકના દરીયામાંથી બોટમાંથી બિમાર ખલાસી અર્જુન ડોબરીયાને બેભાન હાલતમાં મરીનની સરકારી બોટમાં સલામત રીતે રેસ્કંચુ કરી તાત્કાલીક વેરાવળ બંદરમાં કોસ્ટગાર્ડ જેટી ઉપર લાવવામાં આવેલ હતા અને અગાઉથી ૧૦૮ ને જાણ કરી હોવાથી ઇમરજન્સી સેવાનો સ્ટાઉ એમ્યુપા લન્સા સાથે હાજર હોવાથી ત્વરીત માછીમાર કાર્યકર કિશોર ગોહેલ સહિતનાની મદદથી ત્વરીત બેભાન ખલાસીને સ્પીચડ બોટમાંથી બહાર લાવતા ૧૦૮ ના સ્ટાફ સિવીલ હોસ્પીટલે ખસેડેલ હતા જયાં દ્વારા પ્રાથમીક સારવાર આપી તુરંત ખલાસીને સમયસર સારવાર મળતા તેની સ્થિતી સારી ખતરાથી બહાર હોવાનું જાણવા મળેલ છે.

(12:34 pm IST)