Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

પોરબંદર ગ્રામ્યમાં નિર્ભયતાથી આગામી ચૂંટણી યોજાય તે માટે પોલીસ દ્વારા માર્ગદર્શન યોજાયું

પોરંબદર, તા. ૨૬ :. ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અનુસંધાને ગ્રામ્યમાં નિર્ભયતાથી ચૂંટણી યોજાઈ તે માટે પોરબંદર ગ્રામ્ય વિસ્તારના ગામોની પોરબંદર પોલીસ ટીમે મુલાકાત લઈને માર્ગદર્શન આપ્યુ હતું.

રાજ્ય ચૂંટણી આયોગ-ગાંધીનગર દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરેલ છે. જે અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓ દ્વારા ચૂંટણી હેઠળના વિસ્તારમાં મુકત અને ન્યાયીક વાતાવરણમાં ચૂંટણી યોજાય અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી વ્યવસ્થિત થાય તે માટે ગ્રામ્ય વિસ્તારમાં વિલેજ વિઝીટેશન કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સ્મિત ગોહીલનાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર ગ્રામ્ય પોેલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ દ્વારા પોરબંદર ગ્રામ્ય વિસ્તારના બોખીરા, રાતડી, કડેકી, ઈશ્વરીયા વિગેરે ગામોની મુલાકાત કરવામાં આવી અને ગામના સરપંચ, આગેવાનો તથા ગામ લોકોને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલ આદર્શ આચારસંહિતા અંગેની સમજ કરી તેમજ નિર્ભય રીતે મતદાન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે હેતુથી ગામના લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

(10:59 am IST)