Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

જોડીયાના આમરણમાં વડેરા પરિવાર આયોજીત ભાગવત સપ્તાહમાં ગોવર્ધન ઉત્સવ -છપ્પન ભોગની ઉજવણી

વાંકાનેર : જોડિયા તાલુકાના આમરણ ખાતે વડેરા શેરી , દાવલસા વાસ માં આવેલ  વડેરા પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનું મંદિર આવેલું છે જ્યાં સમસ્ત વડેરા પરિવાર દ્વારામાં ભગવતી શ્રી રાંદલ ભવાની માતાજી તથા શ્રી દ્વારકાધીશ ભગવાન તથા શ્રી સુરાપુરાદાદા તથા પ પૂ સદગુરૂદેવ ૧૦૦૮ શ્રી રણછોડદાસજી મહારાજશ્રીની અસીમ કૃપાથી સર્વે વડેરા પરિવાર ના પિતૃઓના મોક્ષાર્થે તા, ૨૧ મીથી ૨૭ સુધી ભવ્ય મંગલ  શ્રી મદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સપ્તાહ મોક્ષ કથાનું આયોજન કરવામાં આવેલ જેમાં વ્યાસપીઠ ઉપર ચિત્રકૂટના પ પૂ.શ્રી શ્યામસુંદરજી મહારાજ પોતાની મધુરવાણી સાથે કથાનું અમૂર્ત વ્હાવી રહયા છે જે કથામાં તા, ૨૪ મીના રોજ સાંજે  શ્રી રામ જન્મ તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નંદ મહોત્સવ અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે યોજાયેલ હતો જે રામ જન્મ અને કૃષ્ણ જન્મની મહા આરતી પોથીજીની જોડિયાના અનન્ય ભકતજન શ્રી જ્યોતિબેન શનિભાઈ વડેરા, તથા મીનાબેન રાજુભાઈ વડેરા, કેતનભાઈ વડેરા તેમજ શ્રી અશોકભાઈ વડેરા ના પરિવારે આરતી ઉતારેલ હતી તેમજ તા, ૨૩ મીના રાત્રે ભજન,, ધૂન, ભકિતગીતો નો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ જેમાં ગુજરાત સૌરાષ્ટ્રના સપ્રસિદ્ધ કલાકાર રાજકોટના  રામ નામ કે હિરેમોતી થી  પ્રચલિત એવા સ્વર સમ્રાટ શ્રી અશોકભાઈ ભાયાણી તથા તેમના સાથીદારોએ ભજન, ધૂન ની રંગત જમાવીને ભાવિકોને ભાવ વિભોર કરી નચાવ્યા હતા,, આ ઉપરાંત ગઈકાલે તારીખ ૨૫ / ૧૧ / ૨૧ને ગુરૂવારના રોજ સાંજના કથામાં ભવ્ય દિવ્ય ૅ ગોવર્ધન લીલા (છપન ભોગ) સાથે યોજાયેલ હતો તેમજ તા, ૨૭ મીના શનિવારના સુદામા ચરિત્ર તેમજ  દશાંશ શાંતિ યજ્ઞ સાથે કથાની પુર્ણાહુતી થશે જે કથા નો સમય સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ છે. આમરણ ખાતે ચાલી રહેલ ભાગવત કથામાં સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત સહિતના વડેરા પરિવારજનો લાભ લઈ રહયા છ જે કથાની આવતીકાલે પુર્ણાહુતી હોય સમગ્ર વડેરા પરિવારજનોને લાભ લેવા વડેરા પરિવાર દ્વારા જણાવાયું છે. જે યાદી સમગ્ર વડેરા પરિવાર વંતી જોડિયાના અનન્ય ભકતજન શ્રી કેતનભાઈ રાજુભાઈ વડેરા, તથા હર્ષદભાઈ શનિભાઈ વડેરાની યાદીમાં જણાવાયું છે.

(11:00 am IST)