Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ગીર-સોમનાથમાં બીજા દિવસે સઘન વિજ ચેકીંગ

 (મીનાક્ષી -ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૨૬: પી.જી.વી.સી.એલ.ની વિજ ચેકીંગ ટુકડીઓએ આજે સતત બીજા દિવસે ગીર-સોમનાથ જીલ્લાનો ધમરોળી નાખ્યો હતો.
વિભાગીય કાર્યપાલક ઇજનેર પી.જી. જોશીના માર્ગદર્શન હેઠળ વિજ ચેકીંગની ૩૨ ટીમોએ આજે વેરાવળ ગ્રામ્ય તાલુકા, સુત્રાપાડા અને તાલાલા તાલુકાના ગામોમાં ૮૦ થી વધારે સ્ટાફ દ્વારા વેરાવળ ગ્રામ્ય, પ્રાચી,ઘંટીયા, ખાંભા, મહોબતપરા, પીખોર, સેમળીયા, જમાલપરા ખાતે ૩૭૪ વિજ જોડાણો ચેક કર્યા જેમાં ૮૦ વિજ જોડાણોમાં વિજચોરી કે ગેરરીતિ માલુમ પડતા રૂપિયા ૧૨ લાખ ૭૫ હજારના દંડાત્મક બીલ ઇસ્યુ કરાયાં.
આજના વિસ્તારોમાં વેરાવળ-સુત્રાપાડા અને તાલાલા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે.

 

(11:34 am IST)