Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મોરબી: વ્યાજખોરોએ આધેડ પાસે કોરા ચેકમાં સહી કરાવી પઠાણી ઉઘરાણી કરી.

૧૨ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ

મોરબીમાં વ્યાજખોરોના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં આધેડે વ્યાજ સહિત પૈસા ચૂકતે કર્યા બાદ પણ તેને પરેશાન કરી કોરા ચેકમાં બળજબરી પૂર્વક સહી કરાવી પઠાણી ઉઘરાણી કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે ૧૨ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.

જેમાં મોરબીના વાઘપરા શેરી ૧૦ માં રહેતા ફરિયાદી રાજેશભાઈ તુલસીભાઇ ભોજવાણીએ આરોપી દિપક ગોગરા, ફારૂક જેડા, મુકેશ મોચી, નરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશ ભરવાડ, લાલા ભરવાડ, જીતુ શર્મા, ડેવીડ અનીલભાઇ રાજા, અશ્વીન પટેલ, શિવુભા ઠે., વિરૂભા ઠે. વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓએ રાજેશભાઈ ને ઉચા વ્યાજે કોઇ પણ જાતના નાણા ધીર ધારનુ લાયસન્સ ન હોવા છતા નાણા વ્યાજે આપ્યા હતા. જેનું રાજેશભાઈએ વ્યાજ ચુકાવ્યું હોવા છતા આરોપીઓએ રાજેશભાઈ પાસે વ્યાજ સહીતના રૂપીયાની પઠ્ઠાણી ઉઘરાણી કરી હતી અને રાજેશભાઈના વાઘપરાન નિવાસ સ્થાને તથા રવાપર રોડ જી.એમ.કોમ્પલેક્ષમાં આવેલી તેમની દુકાન ખાતે જઇને રાજેશભાઈને ભુંડા બોલી, ગાળો આપીને રાજેશભાઈ પાસેથી અલગ અલગ બેંકના કોરા ચેકમાં બળજબરીથી સહીઓ કરાવી હતી અને વ્યાજ સહીત રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ ફરિયાદીના આધારે પોલીસે આઇ.પી.સી. કલમ – ૩૮૪, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા ધી ગુજરાત મનીલેન્ડર્સ એકટ – ૨૦૧૧ ની કલમ – ૫,૪૦,૪૨ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તો ફરિયાદી રાજેશભાઈ એ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેને આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે કુલ મળીને રૂપિયા ૭,૧૦,૦૦૦ અલગ અલગ વ્યાજે લીધેલ હતા

 

(11:10 pm IST)