Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મોરબી : વિશ્વ એઇડ્સ દિવસે “સારવારથી વધુ સારી છે કાળજી” વિષય પર આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધા યોજાશે.

મોરબી : ૧ ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે જનજાગૃતિથી નવજીવન એટલે કે સારવારથી વધુ સારી છે કાળજી વિષય પર આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે દરેક વ્યક્તિ રોગની ગંભીરતા સમજે તો જનજાગૃતિથી નવજીવન પ્રાપ્ત થાય તેવા હેતુથી સ્પર્ધાનું આયોજન કરાયું છે

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર ” પ્રેરીત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં તા. 1 /12 /2021  વિશ્વ એઈડ્સ દિવસને  અનુસંધાને “એઈડ્સ થી બચવા માટે પ્રચારનો  કરો સંકલ્પ  – આ બીમારી સામે લડવાનો છે એક જ વિકલ્પ” આપણાં  સમાજ માં એઈડ્સ સામે જાગૃતિ  લાવવાનો એક પ્રયાસ એટલે કે “જન જાગૃતિ થી નવ જીવન” આરોગ્ય પ્રશ્નોતરી  સ્પર્ધાનું આયોજન  કરેલ  છે.  જેમાં કેટેગરી  મુજબ આપેલ પ્રશ્ન નો જવાબ વિડીયો બનાવી ને  નીચે આપેલ કોઈપણ એક વૉટસઅપ નંબર પર મોકલી આપો છેલ્લી તારીખ 1/12/2022 રાત્રે 9=00 સુધી
એલ એમ.ભટ્ટ – 98249 12230 દિપેનભાઈ ભટ્ટ 97279 86386
કેટેગરી-1 (ધો.૧.૨.૩.૪)
કે-1 (1) રોગ પ્રતિકારક શકિત વધારવા શું શું કરવું જોઈએ?
કેટેગરી-2 (ધો.૫.૬.૭.૮)
કે-2 (2) રોગ પ્રતિકારક શકિત જાળવવા માટે શું કરવું જોઈએ ?
કેટેગરી-3 (ધો-૯.૧૦.૧૧.૧૨)
કે-3.(3)  અસાધ્ય -કષ્ટસાધ્ય રોગો માં દર્દી અને પરિવાર ની દશા અને વ્યથા જણાવો.
કેટેગરી-4 (ધો.-કોલેજ નાં વિદ્યાર્થીઓ , શિક્ષકમિત્રો, તથા વાલીઓ)
કં-4(4) સારવાર થી વધુ સારી છે કાળજી – એ પણ ત્યારે કે જ્યારે બીમારી અસાધ્ય હોય..સમજાવો.
આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધામા ભાગ લેતા બધા જ સ્પર્ધકોને  પ્રમાણ પત્રો  તથા વિજેતાઓને સિલ્ડ તથા પ્રમાણપત્ર  આપવામાં આવશે

(11:17 pm IST)