Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ચૂંટણીના માહોલમાં પોરબંદર પાલિકાને નાના ધંધાર્થીઓ પર અચાનક પ્રેમ ઉભરાયો : શાળાના વીજ ક્નેક્શનમાંથી રેંકડી ધારકોને જોડાણ આપી દીધા !!

સામાન્ય સંજોગોમાં લાઈટ કનેક્શન સરળતાથી મળતું નથી ત્યારે એત્યારે ચૂંટણીના માહોલમાં મત અંકે કરવા આ ષડ્યંત્ર ઘડાયું

પોરબંદર નગરપાલિકા દ્વારા નાના શ્રમિક ધંધાર્થીને હેરાન પરેશાન કરી રોજિંદા ધંધાના સ્થળ પરથી ખસેડવામાં આવ્યા અને તેઓની જગ્યા પોરબંદર ખાસ જેલની સામે આવેલ જુના મિલ્ટ્રી ગ્રાઉન્ડ એચએમટી કમ્પાઉન્ડમાં ફાળવવામાં આવી છે અને લાચાર બની ધંધાર્થીઓ ત્યાં ખસેડાયા હતા આ કમ્પાઉન્ડમાં કોઈ સુવિધા નથી લાઈટ પાણીની પણ કોઈ સવલત નથી તેવામાં એકાએક પ્રેમ ઉભરાઈ જતા આ રેંકડી ધારકોને એક પ્રાથમિક શાળાના ઇલેક્ટ્રિક કનેક્શન લઈને જોડાણ આપયુ છે, નિયમ મુજબ આ રીતે લાઈટ ખેંચીને આપી શકાય નહીં તેમ છતાં તેનો નિયમ ભંગ થયાનું જણાય છે આ બાબતે જિલ્લા કલેકટરશ્રીએ પણ આંખ આડા કાન કર્યા હોય તેવી ચર્ચા છે, સામાન્ય સંજોગોમાં લાઈટ કનેક્શન સરળતાથી મળતું નથી ત્યારે એત્યારે ચૂંટણીના માહોલમાં મત અંકે કરવા આ ષડ્યંત્ર ઘડાયું હોય તેમ મનાય છે બીજી તરફ નગર પાલિકામાં એક પદાધિકારીએ એક કાયમી રોજગારી મેળવતા ધંધાર્થીને બોલાવી મતદાન નહિ કરવા પણ કહ્યું હતું અને આઠ તારીખ અમારી છે તેવી ચીમકી ઉચ્ચારી હોવાનું ચર્ચાઈ છે

 

(11:15 pm IST)